ભારત એક એવો દેશ છે જ્યાં ધર્મ ને ખૂબ માનવામાં આવે છે અને ખૂબ જ ઊંડાણથી તેને સમજવામાં પણ આવે છે. ધર્મ જ ભારતનો ગર્વ છે તો બીજી તરફ આ જ ધર્મ અને જાતિ ને લઈને લોકો એક બીજાને હાની પહોંચાડવાનો પ્રયત્ન કરે છે.ધર્મ અને જાતિના નામે ભારતમાં ઘણી ઘટનાઓ બની છે પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમારા મોઢામાંથી પણ વાહ નીકળી જશે . અમદાવાદના રાજવી ઉપાધ્યાય નામના વ્યક્તિએ સમાનતા અને ધર્મ નિરપેક્ષતા ની એક મિસાલ ઉભી કરેલ છે.
શાળાના લિવિંગ સર્ટિફિકેટમાં આ વ્યક્તિએ ના તો કોઈ જાતિ લખવામાં આવી છે ના કોઈ ધર્મ લખવામાં આવ્યો છે આ પ્રકારનું આ પેલું પ્રમાણપત્ર છે.
રાજવીર સ્કૂલ પ્રશાસનની સાથે-સાથે અમદાવાદ જિલ્લા અધિકારી તેમજ મુખ્યમંત્રીને પણ આવેદન કર્યું છે કે આ પ્રકારની વ્યવસ્થા બધે થાય છે. ધર્મ અને જાતિના કારણે ભેદભાવ વધે અને આપણે બાળકોને સમાનતા શીખવાડીએ જોઈએ . બાળકોના ઘડતરમાં સમાનતા અને ધર્મનિરપેક્ષતા ખૂબ જ જરૂરી છે. સ્કૂલ પ્રશાસન અને તેમની ભાવનાને સમજી અને આ પ્રકારનું સર્ટીફીકેટ બનાવી આપવા માટે તૈયાર થઈ ગયા.
રાજવીર હાલ એક યુનિવર્સિટીમાંથી સાયકોલોજી વિષયમાં માસ્ટર કરી રહ્યા છે અને આજીવિકા માટે તે રીક્ષા ચલાવે છે.તેમના આટલા ઊંચા વિચાર જોઈને દરેક વ્યક્તિને કંઈક શીખવું જોઈએ માત્ર પુસ્તકોમાંથી મેળવેલ જ્ઞાન નહીં પરંતુ ઘડતર માટે આ પ્રકારનું જ્ઞાન પણ જરૂરી છે.
Be the first to comment