ગુજરાતી દાંડિયા ક્વીન એવા ફાલ્ગુની પાઠક ને તો તમે ઓળખતા જ હશો કે નવરાત્રી આવે એટલે ચારે તરફ ફાલ્ગુની પાઠક નું નામ બોલી ઉઠે.એટલું જ નહીં પાછલા કેટલાય વર્ષોથી ફાલ્ગુની પાઠક નવરાત્રી ગરબા નો અવાજ બની રહ્યા છે અને તેમને તો દાંડિયા ક્વીન તરીકે જ ઓળખવામાં આવે છે.
દાંડિયા ક્વીન એવા ફાલ્ગુની વિશે વિસ્તૃતમાં વાત કરતા જણાવીશ તો તેમનો જન્મ વર્ષ 1979 માં મુંબઈમાં થયો હતો અને તેમની ઉંમર આશરે ૫૫ વર્ષ જેટલી છે. તેમને બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમને નાનપણથી જ રેડિયો સાંભળવાનો શોખ હોવાથી તેમણે નાનપણથી જ સ્ટેજ પર પર્ફોમન્સ કર્યા હતા.
એમાં સૌથી પહેલા તેમણે મહિલાઓ લીલા સોંગ ગાયું હતું ત્યારે ખૂબ જ વાહવા થઈ હતી. સ્વાભાવિક છે કે આવી પ્રવૃત્તિઓથી ગુજરાતી પરિવાર લોકોને થોડું ઘણું ગમે અને થોડું ઘણું ન પણ ગમે એવામાં જ આ ફાલ્ગુની પાઠક પણ ગુજરાતી પરિવારમાંથી આવતા હોવાથી તેમના પિતા તેમના પર ખૂબ જ ગુસ્સે થયા હતા અને તે ઘરમાં ગરબા સાંભળતા હોવાથી તેમને ગરબામાં રસ જાગ્યો.
જે બાદથી તેમણે પોતાના બેન્ડની શરૂઆત પણ કરી હતી. આ રીતે હાલ તેઓ તેમની સફળતા બાદ દાંડિયા ક્વીન તરીકે જાણીતા બન્યા. સૌપ્રથમ વાત કરું તો વર્ષ 1994 માં તેઓએ તા થયા નામના બેન્ડની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1998 માં આલ્બમ ‘યાદ પિયા કી આને લગી થી’ જેવા લોકપ્રિય ગીતો ગાયને લોકપ્રિયતામાં વધારો કર્યો હતો.
તેમને આશરે 100 માટે 20 થી 25 લાખ જેટલા રૂપિયાની કમાણી થાય છે. આ ફાલ્ગુની પાઠકના પરિવારમાં તેમને ચાર બહેન અને ઘરમાં એક પણ છોકરો ન હોવાથી ફાલ્ગુની બહેનને છોકરા તરીકે ના કપડા પહેરવાની શરૂઆત કરી હતી અને તમે ગમે ત્યારે તેમને જુઓ તો તેઓ છોકરાની સ્ટાઇલ ના જ કપડાં પહેરે છે. આશા ભોંસલે, ઉષા ઉત્તમ આ બધા સિંગર ફાલ્ગુની પાઠકના પ્રિય છે અને તેમણે તેમની પાસેથી જ પ્રેરણા લઈને આ શિખરો પાર કર્યા.
આ સાથે ગુજરાતી દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક કે જેઓ હાલ ખૂબ જ સારી એવી લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા હવે નવરાત્રિના થોડા જ દિવસો બાકી છે, ત્યારે ઘણા એવા લોકો કે જેઓ ફાલ્ગુની પાઠકના ગીતો વગાડી ગરબે ઘૂમશે. ગુજરાતીઓમાં તેમને તેમના અવાજને કારણે દાંડિયા ક્વીન તરીકેનું નામ મળ્યું છે અને સૌ કોઈ લોકો તેમને દાંડિયા ક્વીન તરીકે જ જાણે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment