આખરે શું હોય છે જાતિ? એક જાતિ પર સમગ્ર માનવ જીવન ટકેલું હોય છે. કહેવામાં આવે છે કે માનવી ની ઓળખ જ તેની જાતી હોય છે.ત્યારે દરેકના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું માનવી ધર્મ પરિવર્તન ની જેમ જાતિ પરિવર્તન પણ કરી શકે છે ખરા? શું આપણા બંધારણમાં કોઈ એવો કાયદો વ્યવસ્થા છે કે
જેથી વ્યક્તિ પોતાની મનપસંદ જાતિ પસંદ કરી શકે અથવા તો જાતિ વિના રહી શકે?આવા અનેક સવાલો થી માણસ મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે આજે અમે તમને આ તમામ સવાલોના જવાબ આપીશું… આવો, જાણીએ કે જાતિ શું હોય છે?સુપ્રીમ કોર્ટમાં ઈન્સાઈક્લોપિડીયા અમેરિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાતિ એ એક વર્ગ છે. જેમાં દરેક વ્યક્તિનું વિભાજન કરવામાં આવે છે.
સામાન્ય રીતે માનવી કઈ જાતિનો છે, તે તેના જન્મની સાથે જ નક્કી થઈ જાય છે. આથી કહી પણ શકાય છે કે બાળક પોતાની જાતિની મેમ્બરશીપ લઈને જન્મે છે. અને આ મેમ્બરશીપ ના કારણે તેને વિવિધ પરંપરાઓ નો અધિકાર પણ મળી જાય છે.ત્યારે એક સવાલ અહીં એ પણ ઉભો થાય છે કે, શું જાતિ પણ બદલી શકાય છે?
ત્યારે તમને જણાવી દઈએ કે, ભારતીય સંવિધાનમાં જાતિ બદલવાને લઈને કોઈ એવો ખાસ કાયદો નથી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ એ જાતિ ને લઈને કહ્યું છે કે, વ્યક્તિ ધર્મ પરિવર્તન કરી શકે છે પરંતુ પોતાની જાતિમાંથી પરિવર્તન કરી શકતું નથી.કારણકે અગાઉ જણાવ્યા પ્રમાણે જાતિ એક વર્ગ છે જે તમારા જન્મ થી સંબંધિત છે. આ માટે જાતી ક્યારેય બદલી શકાતી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment