સુરતમાં કોરોના ના દર્દી ની સારવાર માટે થશે આ મોટું કામ, જાણો

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ના સ્ટેમ સેલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે ઊભી કરવામાં આવેલી 1000 બેડ ની covid-19 ડેડીકેટેડ હોસ્પિટલનું E લોકાર્પણ ગાંધીનગરથી કરાયું હતું.આ હોસ્પિટલમાં 211 ICU બેડ સાથે 1000 પથારીની સુવિધાઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવાય છે.

મુખ્યમંત્રીએ માત્ર પંદર જ દિવસમાં આ ઝડપી અને અસરકારક કામગીરી માટે આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર ને અભિનંદન પાઠવ્યા હતા.મુખ્યમંત્રી લોકાર્પણમાં કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ક્યાંય કોઈ બેડ નથી તેવી ફરિયાદ નથી આવતી અને હાલમાં 19 હજારથી વધુ પથારી હોસ્પિટલમાં વેન્ટિલેટર અને દવાઓ સહિતની સુવિધાઓ પર્યાપ્ત મળી રહી છે. સુરતમાં સરકારી હોસ્પિટલમાં 1500, ખાનગી હોસ્પિટલમાં 800 બેડ ઉપલબ્ધ હતા. જેમાં આજે 1000 બેડ નો ઉમેરો કરવામાં આવ્યો છે , આમ કુલ 3300 થી વધુ બેડ સુરતમાં ઉભા કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણ ની રાજ્ય સરકારે વિશેષ ચિંતા કરીને માઈક્રો પ્લાનિંગ સાથે ધન્વંતરી રથ દ્વારા સારવાર જેવા વ્યાપક આરોગ્યલક્ષી પગલાં ભર્યા છે. કોરોના સંક્રમણ સાથે સતત પૂર્વક પ્રવૃતિઓ શરૂ કરવા સાથે સક્રિય અભિગમથી આપત્તિને અવસરમાં પલટાવવાની ગુજરાત ની ખુમારી ઉજાગર થઈ છે એમ પણ ઉમેર્યું હતું.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માત્ર પંદર જ દિવસમાં તમામ અદ્યતન સગવડતા સાધન સાથે 1000 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની આ સ્થિતિને ગુજરાતના આરોગ્ય ક્ષેત્રના ઇતિહાસની સારી ઘટના ગણાવી હતી.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*