ડુંગળીની બજારોમાં મંદી ચાલી રહી છે. સફેદ ડુંગળી ની બજાર માં બહુ ઘટાડો થાય તેવું લાગી રહ્યું નથી. મંગળવારે મહુવામાં લાલ ડુંગળીની 45 હજાર ગુણીના વેપાર સાથે ભાવ 121 થી 280 બોલાયા હતા જ્યારે સફેદ ડુંગળી ની વાત કરીએ.
તો 10 હજાર ગુણી ના વ્યાપાર સાથે ભાવ 150 થી 211 બોલાયા હતા. ભાવનગરમાં લાલ ડુંગળી ના 27 હજાર ગુણી ના વેપાર સાથે ભાવ 140 થી 272 બોલાયા હતા. ગોંડલમાં સફેદ ડુંગળીના 17 હજાર ગુણી ના વેપાર સાથે ભાવ 121 થી 176 સુધી બોલાયા હતા.
મહુવા માર્કેટયાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સફેદ ડુંગળી વેચાણ માટે લાવતા ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવે છે કે સફેદ ડુંગળી ભરવા માટે જે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવામાં આવે છે તે ડીહાઇદ્રેટેડ યુનિયનના એક્સપોર્ટમાં મુશ્કેલરૂપ બને છે.
મંગળવારના રોજ લાલ ડુંગળી નો સૌથી ઊંચો ભાવ વડોદરા અને દાહોદમાં 400 બોલાયો હતો તેમજ સફેદ ડુંગળી નો સૌથી ઊંચો ભાવ મહુવામાં 211 બોલાયા હતા.
સફેદ ડુંગળી ભરવા માટે પ્લાસ્ટિક બારદાન નો ઉપયોગ કરવો નહિ.આમ છતાં કરવામાં આવે તો ફકત લાલ સનેડો બારદાન કે જે સારી ગુણવત્તા વાળા હોય.
તે જ વાપરવા અન્ય કોઈ કલરના બારદાન માં સફેદ કાંદાને યાર્ડ પ્રવેશ મળશે નહિ. સિલાઈ માટે ફક્ત શણની સૂતળી જ વાપરવાની રહેશે. પ્લાસ્ટિકની કોઈ પણ કલર ની સૂતળી વાપરી શકાશે નહી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment