એસટી બસમાં મુસાફરી કરતા લોકો માટે આવ્યા અત્યંત મહત્વના સમાચાર, આટલી બસો થઈ કેન્સલ.

Published on: 4:35 pm, Wed, 17 March 21

સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાવાયરસ ના કેસ વધવાના કારણે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યું છે. જેમાં વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ ના સમયમાં થોડો ફેરફાર કરીને.

રાત્રી ના 10 થી સવાર ના 6 વાગ્યા કરવામાં આવ્યા છે. જ્યારે આ કરફ્યુ ની અસર હવે એસ.ટી વિભાગ પર જોવા મળી રહી છે.ચાર મહાનગરોમાં લગાવવામાં આવેલ રાત્રી કરફ્યુ નો સમય 10 વાગ્યા નો હોવાના.

કારણે એસટી વિભાગ માં અસર જોવા મળી છે. રાત્રી કરફ્યુ ને કારણે રાત્રે ઉપડતી બસના રૂટ કેન્સલ કરવામાં આવ્યા છે. જેના લીધે મુસાફરો ને મુશ્કેલીનો સુધારો થશે.

કેમ કે રાજ્યના ચાર મહાનગરોમાં મુસાફર ઓની પ્રવેશ મળશે નહિ.રાજકોટ એસટી ડિવિઝન દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાત્રી ના 10 પછીના રૂટ કેન્સલ કરવામાં આવ્યા છે.

રાજકોટ થી સુરત નો રૂટ કેન્સલ કરવામાં આવ્યો છે અને રાજકોટ થી અમદાવાદ જતી ચાર બસ કેન્સલ કરવામાં આવી છે. રાજકોટ મહુવા જતી બે બસો કેન્સલ કરવામાં આવી છે.

અને રાજકોટ થી નવસારી જતી બે બસ કેન્સલ કરવામાં આવી છે. જો તમે રાજકોટથી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર અત્યંત મહત્વના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એસટી બસમાં મુસાફરી કરતા લોકો માટે આવ્યા અત્યંત મહત્વના સમાચાર, આટલી બસો થઈ કેન્સલ."

Leave a comment

Your email address will not be published.


*