મિત્રો સોનાના ભાવમાં મોટો ઉથલપાથલ, જાણો આજના સોનાં ચાંદી ના ભાવો.

Published on: 3:42 pm, Wed, 17 March 21

દિવસેને દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ બે દિવસથી સોના-ચાંદીના ભાવમાં થોડો વધારો થતો જોવા મળી રહ્યો છે. માત્ર બે મહિનામાં 6210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો છે.

જાન્યુઆરી મહિનાની 5 તારીખે 24 કેરેટ સોનાનો ભાવ 52,580 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો જ્યારે આજરોજ 46,370 રૂપિયા થયો છે જેથી માત્ર બે મહિનામાં જ 6210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો.

ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો એક ગ્રામ ચાંદીનો ભાવ 67 રૂપિયા છે જયારે 10 ગ્રામ ચાંદીનો ભાવ 670 રૂપિયા છે એટલે કે 1 કિલો ચાંદીનો ભાવ 67000 રૂપિયા છે.

મહત્વનું છે કે ગઇકાલની સરખામણીએ આજરોજ ચાંદીના ભાવમાં 600 રૂપિયા નો મોટો ઘટાડો જોવા મળ્યો છે.22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4451 રૂપિયા છે.

જયારે 8 ગ્રામ સોનાના ભાવ ની વાત કરીએ તો 35608 રૂપિયા છે અને સો ગ્રામ સોનાના ભાવ ની વાત કરીએ તો 4,45,100 રૂપિયા છે.

ગઇકાલની સરખામણીએ આજરોજ 22 કેરેટ સોનાનો ભાવ 190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એ વધારો જોવા મળ્યો છે.24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4637 રૂપિયા છે.

જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46,370 રૂપિયા છે અને સો ગ્રામ સોનાનો ભાવ 4,63,700 રૂપિયા છે. ગઇકાલની સરખામણીએ આજરોજ 24 કેરેટ સોનાનો ભાવ 50 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધારો જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મિત્રો સોનાના ભાવમાં મોટો ઉથલપાથલ, જાણો આજના સોનાં ચાંદી ના ભાવો."

Leave a comment

Your email address will not be published.


*