ગુજરાતના લોક ગાયક કલાકાર તરીકે ઓળખાતા એ કિર્તીદાન ગઢવી ને તો તમે ઓળખતા જ હશો કે જેમણે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની નામના મેળવી છે.જાણવા મળ્યા અનુસાર કિર્તીદાન ગઢવીએ આ મુકામ ખૂબ જ કઠણાઈથી હાંસિલ કરી છે અને ગુજરાતમાં પણ તેમના ચાહકો ઘણા છે.
એટલું જ નહીં પરંતુ તેઓ આપણા દેશમાંજ પરંતુ સાથે સાથે વિદેશોમાં પણ જઈને પ્રોગ્રામ કરે છે. આ કલાકાર કિર્તીદાન ગઢવી કે જે માત્ર લોક ગાયક કલાકાર જ નહીં પરંતુ સેવામાં પણ આગળ ધપ રહ્યા છે,ત્યારે હાલ તેમણે એક એવું કામ કર્યું છે.જેનાથી ખૂબ જ પ્રશંસા થઈ રહી છે વાત જાણે એમ છે કે કિર્તીદાન ગઢવી એક સંસ્થા ખોલી છે.
જેનું નામ તેમને લાકડી રાખવામાં આવ્યું છે તેમનો લક્ષ છે કે 100 કરોડ રૂપિયા ભેગા કરીને તે પૈસાથી ગુજરાતની કોઈપણ દીકરીને ભણાવવામાં કે આરોગ્યમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ભેગા કરવાનો સંકલ્પ કર્યો છે. આવા કાર્યથી ગુજરાતમાં રહેલી બધી જ દીકરીઓને સારું એવું શિક્ષણ પ્રાપ્ત થશે એવા હેતુસર કિર્તીદાન ગઢવીએ સંકલ્પ કર્યો છે કે તેઓ અલગ અલગ જગ્યાએ છે શો કરે છે.
તેમાં જે કોઈ રકમ ભેગી થાય તે સંસ્થામાં દાનમાં આપી દેશે. ત્યારે આવા ઉદાર દિલના કિર્તીદાન ગઢવી વિશે કહે એટલું ઓછું પડે કે જેમણે હાલમાં જ એક શો કર્યો હતો જેમાં સૌ કોઈ લોકોએ મન મૂકીને દાન આપ્યું હતું. એ બધી જ રકમ તેમણે સંસ્થાને આપી દીધી ત્યારે તેમની કમાણીને પ્રશંશા પણ કરવામાં આવી રહી છે.
કિર્તીદાન ગઢવી એ લોક ગાયક કલાકારની સાથે સાથે સેવાભાવી પણ છે દીકરીઓના સ્વાસ્થ્ય અને ભણતરને લઈને એક ખૂબ જ મોટો સંકલ્પ કર્યો. જેમાં તેણે કહ્યું કે શું કરોડ રૂપિયા એકઠા કરશે અને તેનાથી જે બાળકીઓના યોગ્ય વિકાસ માટે વાપરવામાં આવશે.
આ બધા જ રૂપિયા દીકરીઓની કલ્યાણ માટે વાપરવામાં આવશે અને દીકરીઓને ભણાવવામાં અને દવાખાનામાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે કિર્તીદાન ને એક નવું લક્ષ્ય રાખીને કરોડનું ભંડોળ ભેગું કરવા માંગે છે. કિર્તીદાન ગઢવી ગુજરાતની દીકરીઓના સારા માટે કાર્ય કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment