દીકરાની જન્મની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ, દીકરાને ગંભીર બીમારીથી બચાવવા માટે માતા પિતાને 16 કરોડ રૂપિયાની જરૂર છે…

Published on: 5:32 pm, Thu, 1 September 22

આપણે સૌ જાણીએ છીએ કે માતા-પિતાને પોતાનું બાળક ખૂબ જ પ્રિય હોય છે અને માતા પિતા માટે તેમના બાળકો જ આખી દુનિયા કહેવાય છે. ત્યારે જો એ બાળકોને થોડી ઘણી પણ નાની એવી તકલીફ પડે તો માતા-પિતા ચિંતામાં આવી જતા હોય છે ત્યારે આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરીશું કે જેમાં મોડાસાના ટીંટોઈ ગામે દેવાંગ સોનીના ઘરે દીકરાનો જન્મ થયો હતો.

ત્યારે સમગ્ર પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. વાત જાણે એમ છે કે આ દીકરાના જન્મની ખુશી તો ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી હતી. પરંતુ એ ખુશી ક્યારેય પણ ફેરવાઈ ગઈ તેની ખબર જ ના રહે કારણકે એ દેવાંગભાઈ અને તેની પત્નીએ જોયું તો તેમના દીકરા દેવીકના હલનચલનની પ્રક્રિયાઓ ખૂબ જ ઓછી થઈ રહી હતી.

તેના દીકરાના હાથ પગ હલવાના બંધ થઈ જતા તેના માતા-પિતા ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા તેથી તરત જ તેમણે પોતાના દીકરાને લઈને હોસ્પિટલ લઈ ગયા. આ માત્ર આવું એક જ ઉદાહરણ નહીં પરંતુ ઘણા એવા ઉદાહરણ હોય છે જેમાં પોતાના દીકરાની નાની મોટી મુશ્કેલીઓથી પણ માતા પિતા ચિંતામાં આવી જતા હોય છે.

ત્યારે માતા પિતા પોતાના દીકરાઓને મુશ્કેલીમાં જોઈ શકતા નથી કે તરત જ તેનું સોલ્યુશન લાવવાના પ્રયત્નો કરે છે. ત્યારે હાલ તો આ દીકરાને હોસ્પિટલ લઈ જવાથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દીકરાને SMA 1 નામની ગંભીર બીમારી છે.જેનાથી બાળકના શરીરનું હલનચલન બંધ થઈ જાય છે.

આ બીમારીને કારણે બાળકને હાથ પગ ચાલવાના ધીમે ધીમે ધીમા થઈ જાય છે. તેથી તબીબો દ્વારા જાણવા મળ્યું હતું કે આ બીમારીની સારવાર લગભગ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. આ બીમારી માટે 16 કરોડ રૂપિયાનું એક ઇન્જેક્શન આવે કે જે અમેરિકાથી મંગાવવું પડે છે.

ત્યારે જ્યારે આવી વાત તેના માતા પિતાએ સાંભળી કે તરત જ તેમના પગની નીચે થી જમીન ખસી ગઈ અને ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. કારણ કે મધ્યમ વર્ગીય પરિવાર 16 કરોડ રૂપિયાની આવક લાવે ક્યાંથી. તેથી તેમણે ગુજરાતની જનતાને વિનંતી કરી કે મારા દીકરાને બચાવી લો… આજે આ માતા પિતા પોતાના દીકરા માટે ગુજરાતની જનતાને પણ વિનંતી કરી રહ્યા

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરાની જન્મની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ, દીકરાને ગંભીર બીમારીથી બચાવવા માટે માતા પિતાને 16 કરોડ રૂપિયાની જરૂર છે…"

Leave a comment

Your email address will not be published.


*