કોરોના મહામારીમાં ખેડૂતોને અનેક રીતે નુકસાન ઉઠાવવું પડ્યું હતું. વાવાઝોડાના અસર ના કારણે ખેડૂતો દુઃખી થયા હતા. નિરાશાજનક વાતાવરણમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. બોટાદ માર્કેટીંગ યાર્ડના કપાસનો ભાવ મણ દીઠ 1780 પર પહોંચ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો કપાસની વાવણી પણ ઓછી કરતા થઈ ગયા છે.દિવાળી બાદ હવામાન આગાહીકારે એ ત્રીજી વખત આ કમોસમી વરસાદ ની આગાહી કરી છે જેમાં ડિસેમ્બરની શરૂઆત થી હવામાનમાં પલટો આવી શકે છે.
7 થી 9ડિસેમ્બર માં ઠંડી ની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆત માં થતા ચક્રવાત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવતા હોય છે.27 નવેમ્બર ના રોજ રાજકોટમાં 1550-1750 સુધીના કપાસના ભાવ જોવા મળ્યા હતા. જૂનાગઢમાં 1500-1711 સુધીના ભાવો જૉવા મળ્યા હતા.
મોરબીમાં 1501-1751 સુધીના કપાસના ભાવ જોવા મળ્યા હતા. તળાજામાં 925 થી 1742 સુધીના ભાવો જૉવા મળ્યા હતા. પાલીતાણામાં 1180 થી 1680 સુધીના ભાવો જોવા મળ્યા હતા.બાબરા માં 1505 થી 1745 કપાસ ના ભાવ જોવા મળ્યા હતા. હળવદ માં કપાસ ના ભાવ 1320 થી 1725 જોવા મળ્યા હતા. ઉપલેટામાં કપાસના ભાવ 1000 થી 1725 જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment