કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે MSP ને લઈને મોટું નિવેદન આપ્યું છે.કૃષી કાયદા અંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે તેને રદ કરવા માટે નું બિલ શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાક ની વિવિધતા, ઝીરો બજેટ ફાર્મિંગ,MSP સિસ્ટમ ને વધુ પારદર્શક બનાવવા
અને તેનાથી સંબંધિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવા માટે સમિતિની રચના કરવામાં આવશે.તેમને જણાવ્યું કે ખેડૂતોના સંગઠનોએ પરાળ બાળવા ને ગુના મુક્ત બનાવવાની માંગણી કરી હતી. જેને કેન્દ્ર સરકારે સ્વીકારી છે અને કૃષિ કાયદાના વળતર અંગે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું અમને દુઃખ છે
કે કૃષિ કાયદા ના ફાયદા વિશે સંગઠનોને અમે સમજાવી શક્યા નથી. કૃષિ મંત્રીએ કહ્યું કે ત્રણ કાયદાઓ પાછા ખેંચવાના ના નિર્ણય બાદ આંદોલન નો કોઈ મતલબ રહેતો નથી. તેમને કહ્યું કે ખેડૂતોએ પીએમ મોદીની અપીલ માની ને ઘરે પાછું ફરવું જોઈએ.
દિવાળી બાદ હવામાન આગાહીકારે એ ત્રીજી વખત આ કમોસમી વરસાદ ની આગાહી કરી છે જેમાં ડિસેમ્બરની શરૂઆત થી હવામાનમાં પલટો આવી શકે છે.7 થી 9ડિસેમ્બર માં ઠંડી ની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆત માં થતા ચક્રવાત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!