મિત્રો કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી ફેમસ થયેલા કમાનું નામ આજે દેશ-વિદેશમાં પણ ફેમસ થઈ રહ્યું છે. હાલમાં ચારેય બાજુ કમાના બોલબાલા છે. સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં કમાના જ વિડીયો વાયરલ થઇ રહ્યા છે. થોડાક દિવસ પહેલા કમાભાઈ સુરતના મહેમાન બન્યા હતા. ત્યાં કમાભાઈ શેરવાની પહેરી હતી.
આ ઉપરાંત કમાભાઈ એક પ્રિ-નવરાત્રીના કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કમાભાઈ પોતાની રોયલ એન્ટ્રી કરી હતી. આ કાર્યક્રમમાં કમાભાઈ સ્ટેજ પર આવીને માતાજીની જય બોલાવી હતી. સ્ટેજ પર ઉભેલા કમાનો ફોટો પાડવા માટે લોકોએ પડાપડી કરી હતી. સ્ટેજ પર કમાભાઈ પણ એક અનોખા અંદાજમાં ગરબા લીધા હતા.
કમાને ગરબા લેતા જોઈને ત્યાં હાજર ખેલૈયાઓનો જુસ્સો વધી ગયો હતો. આ કાર્યક્રમમાં જ્યારે ઉમેશ બારોટ સ્ટેજ પર કમાભાઈનું ફેવરિટ ગીત રસીયો રૂપાળો રંગ રેલીઓ ગાય છે. ત્યારે કમાભાઈ પોતાની ખુરશી ઉપરથી ઉભા થઈને અનોખા અંદાજમાં ડાન્સ કરવા લાગે છે.
મિત્રો તમને લઈને ઘણા લોકોના મનમાં એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું કમો લગ્ન કરશે કે નહીં? ત્યારે કમાએ દેવાયત ખવડના એક ડાયરામાં પોતે લગ્ન કરશે કે નહીં તેની વિશે જણાવ્યું હતું. હકીકતમાં દેવાયત ખવડના ડાયરામાં કમો સ્ટેજ પર દેવાયત ખવડની બાજુમાં બેઠો હતો. ત્યારે ડાયરામાં કમાના લગ્નની વાત આવે છે.
ત્યારે ચાલુ ડાયરામાં કમો દેવાયત ખવડના કાનમાં કંઈક કહે છે. કમા ની વાત સાંભળીને દેવાયત ખવડ ડાયરામાં હાજર લોકોને કહે છે કે, “કમાનું એમ કહેવું છે કે લગ્ન કરું તો મારે કામ પર જવું પડે, મારા માથે બોજ વધી જાય એટલે કમો કમાની રીતે બરોબર છે મને ઉપાધિમાં ન નાખતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મિત્રો સોશિયલ મીડિયામાં કમા ને આવા દરરોજ ઘણા વિડીયો વાયરલ થાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નવરાત્રિના નવ દિવસ કમાભાઈનું બુકિંગ થઈ ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment