બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીને ટ્રકે પાછળથી લગાવી જોરદાર ટક્કર, પતિની નજર સામે પત્નીનું કરુણ મૃત્યુ…જાણો સમગ્ર ઘટના

Published on: 10:40 am, Fri, 23 September 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસે અને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. મૃત્યુ પામેલી મહિલા એક શિક્ષિકા હતી.

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના નાલંદામાં બની છે. અહીં NH 20 પર ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બબલી કુમારી નામની 26 વર્ષીય મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પતિ જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે, તે પોતાની પત્ની સાથે શેખપુરથી રાજગીર જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં પાછળથી આવી રહેલા એક ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગંભીર અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલી બબલી કુમારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે. બબલી કુમારીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં તેનો પતિ પણ ઇજાગ્રસ્ત થયો હતો તેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીને ટ્રકે પાછળથી લગાવી જોરદાર ટક્કર, પતિની નજર સામે પત્નીનું કરુણ મૃત્યુ…જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*