મિત્રો તમે કમા ને તો જરૂર જાણતા હશો. કમાનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ફેમસ થઈ રહ્યું છે. એ વ્યક્તિ એટલે કે ઈશ્વરનું પરમ અંશ પણ કહી શકે એવા મનો દિવ્યાંગ કમો. વાત જાણે એમ છે કે આ કમાને નાના બાળકથી લઈને વૃદ્ધ લોકો પણ ઓળખે છે.
ગુજરાતના મોટેભાગના લોક ડાયરામાં હવે કમાની હાજરી ફરજિયાત બની ગઈ છે. કમો રાતોરાત સેલિબ્રિટી બની ગયો છે. કમાણી વાત કરીએ તો કમો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણા તાલુકાના પંખી કોઠારીયા ગામમાં આવેલ એક સંત શ્રી વ્રજ ભગતના રામ રોટી આશ્રમમાં રહે છે.
મિત્રો તમે કિર્તીદાન ગઢવીના ડાયરામાં જ્યારે કિર્તીદાન ગઢવી “તારો રસીયો રૂપાળો રંગ રેલીયો” ગીત ગાય છે ત્યારે કમાને ડાન્સ કરતા જોયો હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કમો ધુણતો નજરે પડી રહ્યો છે.
હકીકતમાં જીગ્નેશ બારોટના એક પ્રોગ્રામમાં કમો હાજર રહ્યો હતો. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પ્રોગ્રામ દરમિયાન જીગ્નેશભાઈ બારોટ કહે છે કે, બધા લોકો તાળી પાડીને કમાને વધાવો. આ દરમિયાન જીગ્નેશ બારોટ મેલડી માંનું ગીત ગાય છે.
ત્યારબાદ કમો લાલ ચુંદડી ઓઢીને ધુણવા લાગે છે. જેને જોઈને જીગ્નેશ બારોટ સ્ટેજ ઉપર બેસી જાય છે અને મેલડી માનુ ગીત ગાય છે. આ ગીત સાંભળીને કમો ધુણવા લાગે છે. ધુણતા ધુણતા કમો જીગ્નેશ બારોટને આશીર્વાદ આપે છે. ત્યારબાદ પ્રોગ્રામમાં હાજર કેટલાક લોકો સ્ટેજ પર આવીને કમાને પૈસા આપે છે.
આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડિયો YOUTUBE પર Kandoliya Studio નામની ચેનલ પર મૂકવામાં આવ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment