આપણે 75 વર્ષની આઝાદી ઉજવી રહ્યા છીએ કે ધારાસભ્યો તોડી રહ્યા છીએ? : ઈસુદાન ગઢવી

Published on: 4:01 pm, Thu, 25 August 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે છેલ્લા ઘણા દિવસથી ભાજપ એક નવી મોર્ડર્સ ઓપરેન્ડી અપનાવી છે જેમાં જે રાજ્યમાં તેમની સરકાર ન બને ત્યાં સરકાર પાડવાની મોર્ડસ ઓપરેન્ડી અપનાવી છે. આજે આપણે હમણાં જ મહારાષ્ટ્ર સરકાર પાડી આ પહેલા ભાજપે આસામ અને મધ્યપ્રદેશમાં પણ સરકાર પાડી છે

અરવિંદ કેજરીવાલનું પ્રભુત્વ જેમ ગુજરાતમાં વધી રહ્યું છે તેનાથી ભાજપ ડરી ગઈ છે તેઓ આક્ષેપ ઈશુદાન ગઢવીએ લગાડ્યો હતો. ગુજરાતના દરેક કર્મચારીઓ, ખેડૂતો,યુવાનો,મહિલાઓ, વેપારીઓ, અરવિંદ કેજરીવાલને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે એટલે તેનાથી ડરીને ભાજપે અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં રોકવા માટે દિલ્હી સરકાર પાડવાની કોશિશ કરી છે.

ભાજપે મનીષ સિસોદિયાને મુખ્યમંત્રી બનાવવાની ઓફર આપીને સરકાર પાડવાની કોશિશ કરી છે પરંતુ ઈમાનદાર મનીષ સિસોદિયાએ અરવિંદ કેજરીવાલ ના અનુયાયી છે એમને ઓફર સ્વીકારવાની ના પાડી દીધી. ભાજપ સરકાર પાડવા માટે બીજો રસ્તો અપનાવ્યો અને દિલ્હીના ધારાસભ્યોને 20 કરોડ રૂપિયા ઓફર કરી સરકાર તોડવાની કોશિશ કરી છે.

40 જેટલા ધારાસભ્યોને ઓફર આપી હોય મતલબ હાલ ક્યાંક ભાજપ પાસે 800 કરોડ રૂપિયા જેટલા પડ્યા હશે તો સૌથી પહેલા CBI અને ED ને તેની તપાસ કરવી જોઈએ અને ભાજપના કૃતિએ લોકશાહીનો જીવ લીધો છે અને આપણે આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ મનાવીએ છીએ જ્યાં દેશ માટે ગર્વની વાત છે ત્યાં ભાજપ દ્વારા લોકશાહી નું સરકલમ કરવામાં આવી રહ્યું છે તેઓ આક્ષેપ ઈશુદાન ગઢવી દ્વારા લગાડવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આપણે 75 વર્ષની આઝાદી ઉજવી રહ્યા છીએ કે ધારાસભ્યો તોડી રહ્યા છીએ? : ઈસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*