એકટીવા સવાર માતા-પુત્રને ટેન્ક કરે પાછળથી ટક્કર લગાવી, બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 2:54 pm, Thu, 25 August 22

બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ પાટીયા પાસે બનેલી એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં માતા અને દીકરાનું એક સાથે કરુણ મૃત્યુ નીપજ્યું છે. દીકરાને સ્કૂલેથી લઈને માતા ઘરે જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી આવતા ટ્રક ચાલકે તેમને કચડી નાખ્યા હતા.

તેથી બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. એક સાથે માતા અને દીકરાની અર્થી ઉઠતા તમામ લોકો રડી પડ્યા હતા.

હાલમાં આ ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. માતા અને દીકરા માટે ટ્રક યમરાજ બનીને આવ્યો હતો. દીકરાને સ્કૂલેથી લઈને માતા એક્ટિવા પર સવાર થઈને ઘરે જઈ રહી હતી. આ દરમિયાન ગઠામણ પાટીયા પર પાછળથી આવતા કાળમુખા ટ્રકે તેમની એકટીવા ને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે માતા અને દીકરાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, માતા અને દીકરો એકટીવા પર સવાર થઈને રસ્તા પરથી પસાર થતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન પાછળથી આવતા ટેન્કરે તેમના પર ટેન્કર ચડાવી દીધું હતું. જેના પગલે માતા અને દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેથી બંનેના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એકટીવા સવાર માતા-પુત્રને ટેન્ક કરે પાછળથી ટક્કર લગાવી, બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*