નવરાત્રી માટે કમાભાઈ શૂટ-બુટ પહેરીને થઈ ગયા તૈયાર..! જાણો નવરાત્રીમાં ક્યાં ક્યાં જોવા મળશે “કમો”…

મિત્રો અત્યારે તો ગુજરાતમાં કમાનું નામ ચારેય બાજુ ચર્ચામાં ચાલી રહ્યું છે. રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાની કમાલ નવરાત્રીમાં પણ દેખાશે. મિત્રો નવરાત્રીમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી કમાનો થનગનાટ જોવા મળશે. નવરાત્રીમાં કમાનુ બુકિંગ ફુલ થઈ ગયું છે. નવરાત્રીના દિવસોમાં કમો સુરત, રાજકોટ, ઉના સહિતના શહેરોમાં જોવા મળશે.

મિત્રો આજે કમો એટલો ફેમસ થઈ ગયો છે કે કમાની એક ઝલક માટે લોકો પડાપડી કરી રહ્યા છે. નાનકડા એવા કોઠારીયા ગામનો કમો આજે દેશ-વિદેશમાં પણ ફેમસ થઈ ગયો છે. તમે સોશિયલ મીડિયામાં કમાણા ઘણા અવારનવાર વિડીયો જોતા જ હશો. કિર્તીદાન ગઢવીના ડાયરામાં ઓળખ મળ્યા બાદ કમાની પ્રસિદ્ધિ ખૂબ જ વધી જાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે નોરતામાં અલગ અલગ શહેરમાં કમાના કાર્યક્રમ ફિક્સ થઈ ગયા છે.

એકાદ નોરતામાં કમો તમારા શહેરમાં પણ દેખાઈ શકે છે. મિત્રો તમને બધાને ખબર હશે કે કમો થોડાક સમય પહેલા સુરતમાં યોજાયેલી પ્રિ-નવરાત્રિના કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. જ્યાં કમાનો ફોટો પાડવા માટે લોકોએ પડાપડી કરી હતી. આ કાર્યક્રમમાં કમાએ અલવીરા મીર અને ઉમેશ બારોટ સાથે સ્ટેજ પર જોરદાર ડાન્સ કર્યો હતો.

કમાની ડાન્સ કરતા જોઈને ત્યાં હાજર તમામ લોકોનો જુસ્સો વધી ગયો હતો. જ્યારે આ કાર્યક્રમમાં ઉમેશ બારોટ રસીયો રૂપાળો રંગ રેલીયો ગીત ગાય છે. ત્યારે કમો ખુરશી પરથી ઉભો થઈને ડાન્સ કરવા લાગે છે. એક સમયે લઘરવધર ફરતો કમો આજે રાતો રાત સેલિબ્રિટી બની ગયો છે.

લોકો તરફથી કમાને એટલો પ્રેમ મળી રહ્યો છે કે નવરાત્રિના નવે-નવ દિવસ કમો અલગ અલગ શહેર કે ગામમાં સ્ટેજ પર મોજ કરતો જોવા મળશે. કમાના નવરાત્રીના કાર્યક્રમ બુક થઈ ગયા છે. કમાને નવરાત્રીમાં ઘણા બધા મોટા કલાકારો સાથે પણ જોઈ શકાશે. સૂત્રો અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે કિર્તીદાન ગઢવી અને જીગ્નેશ બારોટ સાથે કમાના કાર્યક્રમ નક્કી થઈ ગયા છે.

મિત્રો ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ હવે ફેમસ થઈ ગયો છે. અમેરિકામાં જ્યારે કિર્તીદાન ગઢવી નો ડાયરો હતો. ત્યારે ત્યાં વસતા એક ગુજરાતી કમાને યાદ કરીને તેને 500 ડોલરની ભેટ આપી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે કમાને કાર્યક્રમમાંથી જે પણ રૂપિયા મળે છે તેમાંથી 50% તે પોતાની પાસે રાખે છે અને 50% પોતાના ગામમાં આવેલી ગૌશાળામાં દાન કરી દે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*