રીક્ષા ચાલકનો જીવ લઈને આરોપીએ તેની બંને આંખો કાઢી લીધી, યુવકનું મૃતદેહ જોઈને પોલીસ પણ હચમચી ગઈ…ઘટના જાણીને રુવાટા ઉભા થઈ જશે…

Published on: 3:01 pm, Mon, 26 September 22

હાલમાં બનેલી એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 27 વર્ષના યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. યુવકને એવો દર્દનાક મૃત્યુ આપવામાં આવ્યું છે કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. યુવકનું મૃતદેહ પોલીસને એવી હાલતમાં મળ્યું કે, મૃતદેહ જોઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ ઘટના છત્તીસગઢની રાજધાની રાયપુરમાં બની હતી. અહીં પોલીસને એક યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું.

મૃતક યુવકના ચહેરા પરથી ચામડી ઉઘાડી લેવામાં આવી હતી અને તેની બંને આંખો પણ કાઢી લેવામાં આવી હતી. આરોપી યુવકનું મૃતદેહ સુમસાન જગ્યાએ મૂકીને ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રવિવારના રોજ ડીડી નગર વિસ્તારની પોલીસને એક યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. પોલીસને હાઇવે રોડ ઉપર કારના શોરૂમની પાછળની ખુલ્લી જગ્યા માંથી મૃતદેહ મળ્યું હતું.

ત્યાંથી પસાર થતા કેટલાક લોકોએ મૃતદેહ જોયું તેથી તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા યુવકની ઓળખ ચંદન યાદવ તરીકે થાય છે અને તેની ઉંમર 27 વર્ષની છે. ચંદન યાદવ ઓટો ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. તે પોતાના ભાઈ સાથે રહેતો હતો.

સમગ્ર ઘટનાને લઈને ચંદનના ભાઈએ જણાવ્યું કે, 24 સપ્ટેમ્બરના રોજ ચંદન ઓટો લઈને કામ પર ગયો હતો. રાત સુધી તે ઘરે પરત આવ્યો નહીં અને તેના મોબાઈલ નંબર પર પણ કોઈ પણનો સંપર્ક થતો ન હતો. પરિવારે વિચાર્યું કે તે પાછો આવી જશે. પરંતુ બીજા દિવસે પરિવારને ચંદનના મૃત્યુના સમાચાર મળ્યા હતા.

પોલીસ ચંદનના ભાઈને ઘટના સ્થળે ચંદનની ઓળખ કરવા માટે લઈ ગઈ હતા. પરંતુ ચંદનના મોઢા ઉપરથી ઓળખ થઈ શકે તેમ ન હતું. ચંદનના ભાઈ ચંદનના હાથમાં ઓમનું ટેટુ જોઈને તેની ઓળખ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે, ચંદન પર કોઈક વ્યક્તિએ ભારે વસ્તુઓ વડે પ્રહાર કર્યા છે.

ત્યારબાદ ધારદાર વસ્તુ વડે ચંદનનો જીવ લઈ લીધો અને જીવ લીધા પછી જંગલના ચહેરા પરની ચામડી ઉખાડી નાખી અને એટલું જ નહીં તેની બંને આંખો પણ કાઢી લીધી. સમગ્ર ઘટનાને લઈને પોલીસને આસનકાર છે કે કોઈ અદાવત ના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય શકે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રીક્ષા ચાલકનો જીવ લઈને આરોપીએ તેની બંને આંખો કાઢી લીધી, યુવકનું મૃતદેહ જોઈને પોલીસ પણ હચમચી ગઈ…ઘટના જાણીને રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*