ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. આજથી થોડાક સમય પહેલા સુરત શહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં જીવ લઇ લીધો હતો. આ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. આ ઘટના બની તેના ઘણા દિવસો વીતી ગયા છતાં પણ આ પ્રકારના બનાવો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. આવો જ એક બનાવ ભાવનગર જિલ્લાના સિહોર પથકમાંથી સામે આવ્યો છે.
15 દિવસ પહેલા મોટાસુરકા ગામે લુખ્ખા તત્વોના ત્રાસથી કંટાળીને 16 વર્ષની હિમાંશી જસાણી નામની દીકરી ઝેરી દવા પીને પાણીની ટાંકીમાં કૂદી ગઈ હતી. આ ઘટનાની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહી છે. ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પાટીદાર આગેવાનોએ આ કેસમાં છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. જેના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ઘટનાને લઈને ત્રણ યુવકોની ધરપકડ કરી હતી.
મૃત્યુ પામેલી દિકરી હિમાંશીના પિતા મનોજભાઈ જસાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આ ઘટના 9 તારીખ ના રોજ સાંજે આઠ વાગ્યા ની આસપાસ બની હતી. એ દિવસે અમારા ઘરે પ્રસંગ હતો. મારા કુટુંબિક મોટા બાપુજીના છોકરાના લગ્ન હતા. સાંજે 5:00 વાગ્યાની આસપાસ અમે જાન લઈને પરત ઘરે પણ આવી ગયા હતા. સાત વાગ્યાની આસપાસ મારા નાના ભાઈને સુરત જવાનું હતું. હું તેને મુકવા માટે બસ સ્ટેશન ગયો હતો.
ત્યારે મારા મમ્મી અને ભાભી બંને ઘરે હતા. સાંજના આઠ વાગ્યાની આસપાસ મારા ભાભી સત્સંગમાં ગયા હતા. ત્યારે હિમાંશી એ મારા મમ્મીને સોડા લેવા માટે બહાર મોકલ્યા હતા અને પછી આ પગલું ભરી લીધું હતું. વધુમાં દીકરીના પિતાએ જણાવ્યું કે મારા મમ્મી અને ભાભી જ્યારે ઘરે આવ્યા ત્યારે હિમાંશી દરવાજો ખોલતી ન હતી. આ ઘટનાની જાણ થતા પડોશીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. દરવાજો ખોલવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ દરવાજો ખુલ્યો નહીં.
ત્યારબાદ ગમે તેમ કરીને દરવાજો ખોલ્યો હતો અને બધા લોકો અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે ઘરનું ટાકાનું ઢાંકણું ખુલ્લું હતું અને ત્યાં તપાસ કરી ત્યારે હિમાંશી તેમાં પડેલી જોવા મળી હતી. ત્યારબાદ તેને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ તે પહેલા તો દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું. દીકરીના પિતાએ જણાવ્યું કે હિમાંશીએ ઘટનાના બે દિવસ પહેલા મારી પાસે બુટ્ટી અને બીજી ઘણી બધી વસ્તુઓ મંગાવી હતી.
ઘટના બની ત્યારે હિમાંશીની મમ્મી સુરત હતી. હિમાંશી એ આવું પગલું શા માટે ભર્યું તે પરિવારના લોકોને સમજાતું ન હતું. તેથી દીકરી ના પિતાએ આવું દીકરીએ શા માટે પગલું ભર્યું તે જાણવા માટે તેની બહેનપણીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારે જાણવા મળ્યું કે ગામના ત્રણ લુખ્ખા તત્વો તેને હેરાન કરતા હતા. મનોજભાઈ નું કેવું છે કે લુખ્ખા તત્વોના ત્રાસથી કંટાળીને દીકરીએ આવું પગલું ભર્યું હશે. આ લુખ્ખા તત્વો ગામની અન્ય છોકરીઓની પણ છેડતી કરતા હતા.
દીકરીના પિતાએ જણાવ્યું કે ઘટનાના દસ દિવસ પહેલા મને ગામમાંથી ખબર પડી હતી કે લુખ્ખા તત્વોએ મારી દીકરીને હેરાન કરી હતી. હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જવાનો હતો પરંતુ આ દરમિયાન ઘરમાં પ્રસંગ આવી ગયો અને પછી મેં પ્રસંગ પૂરો થાય ત્યારબાદ ફરિયાદ કરવા જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તે પહેલા દીકરીએ આ પગલું ભરી લીધું હતું. પોલીસે ત્રણેય લુખ્ખા તત્વોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મનોજભાઈ પોતાની દીકરી વિશે કહ્યું કે, હિમાંશી ભણવામાં ઘણી હોશિયાર હતી. કે ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી અને તે ત્રીજો નંબર લાવતી હતી. એવું કહેતી હતી કે મારે ભાઈ કરતા પણ વધારે ભણવાનું છે. હું મારી દીકરીને એવી રીતે રાખતો હતો કે તેને કોઈ તકલીફ ન પડે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment