ભારતના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક ગૌતમ અદાણીના નાના દીકરા જીત અદાણી અમદાવાદમાં થઈ સગાઈ… જુઓ સગાઈની ખાસ તસવીરો…

હિંડનબર્ગ નો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપમાં કંઈ પણ બરોબર ચાલી રહ્યું નથી, ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણી અબજોપતિઓના લીસ્ટમાં નીચે આવીને 31 માં નંબર ઉપર પહોંચી ગયા હતા. જોકે હવે તેમાં રિકવરી જોવા મળી, તેની વચ્ચે બિઝનેસમેન ગૌતમ અદાણીના ઘરમાં ખુશીઓ આવેલી છે. ગૌતમ અદાણી ના નાના દીકરા જીત અદાણી ના હાલમાં જ દિવા જૈમીન શાહ સાથે સગાઈ થયેલ છે.

સગાઈ એક સાદા સમારોહમાં નજીકના મિત્રો અને પરિવારના સદસ્યો ની હાજરીમાં સંપન્ન થયેલ હતી. જીત અને દીવાની સગાઈ ખૂબ જ અંગત રાખવામાં આવેલ હતી. એટલા માટે આ કાર્યક્રમ વિશે ખૂબ જ ઓછા લોકોને જાણકારી ઉપલબ્ધ હતી, એંગેજમેન્ટ સેરેમની નીચે તસવીરો સામે આવેલી છે તેમાં જીત અને દીવાની જોડી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ જોડીએ પેસ્ટેલ ટોન માં પારંપરિક પોશાક પહેરેલો હતો, મીડિયા રિપોર્ટ અનુસાર આ સગાઈ 12 માર્ચના રોજ સંપન્ન થયેલ છે અને લગ્નની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.

મહત્વની વાત એ છે કે ગૌતમ અદાણીના નાના દીકરા જીત અદાણી મીડિયા ની લાઈવ લાઈટ થી ખૂબ જ દૂર રહે છે. તે હીરા કંપની સી દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના માલિક જૈમીન શાહ ની દીકરી દિવા શાહની સાથે લગ્નના બંધનમાં બંધાવાના છે. તેઓ સુરતના હીરા બજારના મોટા વેપારીઓ માંથી એક છે, જણાવી દઈએ કે આ સગાઈ સંભારોને ખૂબ જ અંગત રાખવામાં આવેલ હતો.

અદાણી પરિવારની ભાવિ વહુ દીવા જૈમીન શાહ બિઝનેસમેન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા હીરાનો વેપાર કરવા વાળી દિવા સી દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના માલિક છે. તેમની કંપની મુંબઈ અને સુરત બેઝ છે, કંપનીની શરૂઆત ચિનુ દોશી અને દિનેશ શાહ દ્વારા કરવામાં આવેલ હતી. અમુક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે દીવા જૈમીન શાહ પોતાના પિતાના બિઝનેસના મદદ કરે છે. માહિતી અનુસાર ગૌતમ અદાણીની મોટી વહુ પરીધી શ્રોફ કોર્પોરેટ વકીલ છે.

જીત અદાણી અને દીવા જૈમીન શાહના લગ્નની તારીખ હાલમાં તો નક્કી નથી, જીત અદાણી બિઝનેસમેન ગૌતમ અદાણી ના નાના દીકરા છે. યુનિવર્સિટી ઓફ પેંસિલવેનિયા થી ગ્રેજ્યુએશન કર્યા બાદ જીત અદાણી 2019 થી અદાણી ગ્રુપ સાથે જોડાયેલ છે. વર્ષ 2022 માં જીતને અદાણી ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. ગૌતમ અદાણી ના બે દીકરા છે, મોટા દીકરાનું નામ કરણ અદાણી અને નાના દીકરા નું નામ જીત અદાણી છે.

જીત અદાણી નો જન્મ સાત નવેમ્બર 1997 ના રોજ થયો હતો, તેણે અમેરિકાની યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન ની ડિગ્રી મેળવેલી છે. ત્યારબાદ તે વર્ષ 2019 માં ભારત પરત આવીને અદાણી ગ્રુપનું કામ સંભાળવા લાગ્યા હતા. ગૌતમ અદાણી ના મોટા દીકરા કરણ અદાણી ના લગ્ન વર્ષ 2013 માં કોર્પોરેટ વકીલ સિસિરીલ ની દીકરી પરિધિ સાથે થયેલ છે. આ લગ્નમાં પ્રધાનમંત્રી મોદીએ પણ હાજરી આપી હતી, હાલના સમયમાં કરણ અદાણી અદાણી પોર્ટ એન્ડ સેઝ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*