સમાચાર

એ..ઉડાડ્યા..! અમદાવાદમાં બેકાબુ AMTS બસે 3 વાહનોને હવામાં ફૂટબોલની જેમ ફંગોળ્યા… જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાં AMTS બસ ડ્રાઇવરની બેદરકારીના કારણે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મળીયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ ગંભીર અકસ્માતની ઘટના અમદાવાદમાં વિશાલા સર્કલ નજીક બની હતી. અહીં સર્કલ પાસે બેકાબુ AMTS બસ ચાલકે અનેક વાહનોને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં પૂરપાર ઝડપે આવતી બસે સર્કલ પાસે ઉભેલા અનેક વાહનોને જોરદાર ટક્કર લગાવી હતી. બસ ચાલકે રિક્ષા અને જીપ, કાર સહિતના વાહનોને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા તો ફૂટબોલની જેમ હવામાં ફંગોળ આવીને જમીન પર પડી હતી. આ અકસ્માતની ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, કેટલાક વાહનો રોડ ઉપર ઉભેલા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન પાછળથી પુરપાડ ઝડપે આવતી બસે રસ્તા પર ઉભેલા તમામ વાહનોને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનો ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે બસ ચાલકની બેદરકારીના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતની ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે.ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *