સુરત માં વધતા જતા કોરોના કેસ ને લઈને જયંતિ રવિએ લીધો મોટો નિર્ણય…. જાણો વિગતે

સુરત શહેરમાં વધી રહેલા કોરોના પોઝિટિવ સંખ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ સુરતમાં ધામા નાખ્યા છે. છેલ્લા ત્રણેક દિવસથી સુરતના અલગ-અલગ સ્થળોની મુલાકાત લઈને અગ્ર સચિવ મોગલીસરા ખાતે આવેલ સુરત મહાનગરપાલિકા ના સભાગૃહ માં માહિતી આપવામાં આવી હતી. ડોક્ટર જયંતિ રવિએ વધારે માહિતી આપતા કહ્યું કે સુરત ખાતે ૬૫૦ બેડ અને ૧૮૦ જેટલા આઇસીયુ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત લોકોને તકેદારી રાખવાનું કહેતાં કહ્યું કે કોઈપણ ને શંકા શબ્દ વ્યક્તિ લાગે તો 104 માં કોલ કરીને જણાવવાનું રહેશે.

વિડીયો કોન્ફરન્સ મિટિંગમાં ડોક્ટર જયંતિ રવિએ પત્રકારોને માહિતી આપતા કહ્યું કે દરેક લોકોને પોતાના શરીરની તકેદારી રાખવા માટે બજારમાં મળતાં માત્ર રૂપિયા ૬૦૦ થી ૭૦૦ ના એક્સી મીટર વસાવવા જોઈએ . આ ઉપરાંત તેમને કહ્યું કે વધતા જતા કોરોના કેસના કારણે રાજ્ય સરકાર ટૂંક સમયમાં 650 બેડ અને ૧૮૦ જેટલા સુવિધા ઉપલબ્ધ કરવાના કાર્યમાં લાગી ચૂકી છે.

સુરતમાં આવેલા કતારગામ વિસ્તારના પાટીદાર સમાજની વાડી ખાતે ડોક્ટર જયંતિ રવિ ની મીટિંગમાં એક-બે સમાજે સરકારને મદદરૂપ થવા માટે તૈયારી બતાવી હતી અને ટૂંક સમયમાં પાટીદાર સમાજ ની વાડી કતારગામ ખાતે પણ કોરોના દર્દીઓ માટે બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*