શિક્ષણ નો નવો નુસખો, સરકાર માસિક પરીક્ષા લેવા અંગે લઇ શકે છે આ નિર્ણય

Published on: 8:23 pm, Thu, 2 July 20

કોરોના કપરા સમયમાં છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં હોય દરેક વાલીઓને અને શિક્ષકોને લાગી રહ્યું છે. માસિક પરીક્ષા લઇને વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડા ન થાય અને વિદ્યાર્થી ઘરે બેઠા બેઠા પોતાના વાલીની દેખરેખમાં ભવિષ્ય લખી શકે તે માટે સરકાર લઈ શકે છે

આ નિર્ણય વિદ્યાર્થી પરીક્ષા અંગે હવેથી શિક્ષકો વિદ્યાર્થી ના ઘરે ઘરે પ્રશ્નપત્ર પહોંચાડશે અને વિદ્યાર્થી પરીક્ષા પોતાના વાલીની દેખરેખમા આપશે. આ પરથી જોવા મળી રહ્યું છે કે સરકારનું ઉપરનું સમગ્ર બોજ વાલી ઉપર છોડી દેવામાં આવે અને તેઓ બોજથી મુક્ત થાય તેવું અમુક અંશે જોવા મળી રહ્યું છે.

પહેલાપણ વારંવાર સરકાર વિદ્યાર્થીના પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવી રહી છે પણ વિદ્યાર્થીઓ નો વિરોધ અને સરકાર ઉપર પૂછાતા પ્રશ્નો ના કારણે સરકારે વારંવાર યુ ટર્ન લઈને પરીક્ષા અંગેના નિર્ણયને ટાળવો પડે છે.