જય સ્વામિનારાયણ..! પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે, વિશ્વની સૌથી મોટી ટેક કંપનીમાં જોબ કરતા આ યુવકે લાખો તેની સેલેરી વાળી નોકરીમાં….

અમદાવાદ શહેરમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. દરરોજ લાખો હરિભક્તો અહીં આવી રહ્યા છે. આટલો જ રહી પરંતુ મોટા મોટા નેતાઓ, કલાકારો, મોટી મોટી હસ્તીઓ અને બિઝનેસમેનો અહીં મુલાકાતે આવી રહ્યા છે. હજુ 15 જાન્યુઆરી સુધી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલવાની છે.

પ્રમુખસ્વામી નગર બનાવવા માટે સંતો અને હજારો સ્વયંસેવકોએ દિવસ રાત મહેનત કરી હતી. ત્યારે આજે આપણે વડોદરાના પુનિત નામના એક સ્વયંસેવકની વાત કરવાના છીએ. વડોદરાના પુનિત નામના સ્વયંસેવક વિશ્વની સૌથી મોટી ટેક કંપની એટલે કે ગૂગલમાં પ્રોગ્રામ મેનેજર તરીકે જોબ કરતા હોવા છતાં પણ તેઓ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં IT વિભાગમાં દિવસના 10 કલાક સેવા આપી રહ્યા છે.

મિત્રો મહત્વની વાત એ છે કે પુનિતભાઈ હજુ પણ આગામી દિવસોમાં અહીં સેવા કરતા રહેશે. પુનિતભાઈ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મેં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે જોબમાંથી એક મહિનાની રજા લીધી છે અને છેલ્લા 10 દિવસથી પ્રમુખસ્વામી નગરમાં હું IT વિભાગમાં સેવા આપી રહ્યો છું.

જેમાં PSM100 મોબાઈલ એપ્લિકેશનનું મેનેજમેન્ટ અમે કરીએ છીએ. પુનિતભાઈ વધુમાં જણાવ્યું કે અમે સવારે આઠથી સાંજના આઠ વાગ્યા સુધી અહીં સેવા આપી રહ્યા છીએ. પુનિતભાઈ વધુમાં વાતચીત કરતા જણાવ્યું કે, હું સાવ નાનો હતો ત્યારથી જ BAPSના મંડળનો સભ્ય હતો. તેમણે જણાવ્યું કે હું બીજું કે ચોથું ધોરણ ભણતો હતો ત્યારે પ્રમુખસ્વામી મહારાજની વાતનો બોધ પાઠ કર્યો હતો.

બોધપાઠ રજૂ કરવા માટે મારે પ્રમુખસ્વામી મહારાજની સમક્ષ જવાનું હતું. ત્યારે મારામાં પબ્લિક સ્પીકિંગની સ્કિલ ન હતી. ત્યારે મને પ્રમુખસ્વામી મહારાજ આશીર્વાદ આપેલા કે તું સિંહની જેમ છાતી કાઢીને બોલ એમ છો. પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી મારામાં પબ્લિક સ્પીકિંગ સ્કીલ આવી ગઈ.

ત્યાર પછી મેં 10 થી 15 હજાર ઓડીયન્સની સામે સ્પીચ આપી હતી. મિત્રો આવી જ રીતે ઘણા હરિભક્તો પોતાનો ધંધો, નોકરી અને પરિવારને મૂકીને છેલ્લા ત્રણથી ચાર મહિનાથી અહીં સેવા આપી રહ્યા છે. જેના કારણે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના મેનેજમેન્ટની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*