અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. 15 જાન્યુઆરી સુધી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલવાનો છે. દરરોજ લાખો હરિભક્તો અહીં આવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે ઊભા રહીને સેવા આપી રહ્યા છે.
ઘણા સ્વયંસેવકો એવા છે જેઓ પોતાની લાખો રૂપિયાની નોકરી અને ધંધો છોડીને છેલ્લા ત્રણ ચાર મહિનાથી અહીં સેવા આપી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા જ સ્વયંસેવક વિશે વાત કરવાના છીએ. તેમના સેવાકીય કામ વિશે સાંભળીને તમે પણ તેમની વાહ વાહ કરશો. આજે આપણે પાટણના મેસર ગામના જયંતીભાઈ પટેલની વાત કરવાના છીએ.
જયંતીભાઈ પટેલની સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે ખૂબ જ અનોખી માન્યતા છે. તેઓ પહેલેથી જ સ્વામિનારાયણ ધર્મને અનુસરે છે. જયંતીભાઈ ખેતી અને પશુપાલન કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જયંતીભાઈ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે આવ્યા છે.
અહીં સેવા કરવા આવવા માટે તેમને પોતાના ઘરે રહેલી 12 જેટલી ગાય ભેંસ વેચી દીધી. જેથી જયંતીભાઈ કોઈપણ પ્રકારની ચિંતા વગર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપી શકે. મિત્રો તમને જણાવી દઈએ કે જયંતીભાઈએ એક પછી એક પોતાના ઘરે રહેલા પશુઓને વેચી દીધા અને ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે આવી ગયા હતા.
તેઓ છેલ્લા ઘણા સમયથી અહીં સેવા આપી રહ્યા છે. જયંતીભાઈ જેવા ભક્તો ખૂબ જ ઓછા જોવા મળે છે. જયંતીભાઈ છેલ્લા 11 વર્ષથી સ્વામિનારાયણ ધર્મ પાળે છે. હાલમાં ચારેય બાજુ તેમના આ સેવાકીય કામના વખાણ થઈ રહ્યા છે.
જયંતીભાઈનું કહેવું છે કે, પ્રમુખસ્વામી મહારાજ એ મારું આખું જીવન બદલી નાખ્યું છે અને હું આખું જીવન તેમનો આભારી રહીશ. તેથી હું મારા 12 પશુઓને વેચીને અહીં સેવા કરવા માટે આવ્યો છું. સ્વામી બાપા મને આનાથી 10 ગણું આપશે. મિત્રો જયંતીભાઈ જેવા જ અનેક હરિભક્તો અહીં સેવા આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment