આપણા દેશની ધરતી ને પવિત્ર માનવામાં આવે છે કે જ્યાં ઠેર-ઠેર દેવી-દેવતાઓ મંદિર આવેલા છે. આજે પણ મંદિરમાં દેવી દેવતાઓ હાજરાહજૂર બિરાજમાન છે. ત્યારે આજે આપણે એક એવા જ મંદિર વિશે વાત કરીશું કે મામાદેવના એક એવા જ ચર્ચા રૂપી મંદિર વિશે જણાવવા જઈશું. આ મંદિર વિશે વાત કરીએ તો ગુજરાતમાં મામાદેવના ઘણાં એવાં મંદિરો આવેલા છે.
તેમાનું એક મંદિર ભાવનગરમાં આવેલું છે. આપણે સૌ જાણીએ છીએ કે મામાદેવ અનેકવાર પરચા બતાવ્યા કરે છે ત્યારે ભાવનગરમાં આવેલા આ મંદિરમાં તેમના સ્થાનકને મામાનો ઓટલો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલું જ નહીં મામાદેવના સ્થાનકે ગુરુવારે અને શુક્રવારે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે અને ભકતો પણ મામા દેવના દર્શન માત્રથી ધન્યતા અનુભવે છે.
મામાદેવ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરતા હોવાથી ભક્તો તેમના પર ખૂબ જ શ્રદ્ધા રાખે છે અને તેમના દુઃખો મામાદેવ દૂર પણ કરે છે. ભક્તો પોતાની સમસ્યા અને દુઃખ મામાદેવના દર્શન માત્રથી દૂર કરે છે, ત્યારે કહી શકાય કે ભક્તોની મનોકામના પૂરી થતાં અને તેઓ જ્યારે મામાદેવ ના દર્શન માટે આવે છે ત્યારે મામાદેવને ગુલાબ અને સુગંધી દ્રવ્યો ખૂબ જ પસંદ હોવાથી તેમને અર્પણ કરતા હોય છે.
તેથી દર્શન કરવા આવતા બધા જ ભક્તો મામાદેવના દર્શન માત્રથી ખુશખુશાલ થઈ જાય છે અને હસતા મોઢે પરત ફરે છે.જ્યારે પણ ભક્તોના જીવનમાં દુઃખ હોય છે તે મામાદેવના સ્થાપકમાં આવીને તેઓ મામાદેવના ચરણે પડી શીશ નમાવવા થી દુઃખ દૂર થઈ જાય છે.
તેથી જ તે જગ્યા પર મામાનો ઓટલો તરીકે ઓળખવામાં આવે છે અને આ મામા નો ઓટલો છેલ્લા 50 વર્ષથી છે કે જ્યાં જગ્યા પર પહેલા પાણી નીકળતું હતું અને પછી જ જગ્યાએ મામાદેવનો સ્થાપક બનાવવામાં આવ્યું. આજની તારીખમાં પણ અહીં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.
તેથી આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહીં પરંતુ મામાદેવના આશીર્વાદથી ધાર્યા કામ થાય છે. મામાદેવ ના આશીર્વાદથી નિ:સંતાન દંપતિને ઘરે પણ ધારણા બંધાઇ છે. તેથી જ કહી શકાય કે મામાદેવ પર ખૂબ જ શ્રદ્ધા રાખવામાં આવે તો તેઓ ભક્તોનાં દુઃખ દૂર કરે છે અને હંમેશા સાથે રહેનારા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment