મંદિરેથી ઘરે પરત ફરી રહેલા પરિવારની કારને ટ્રકે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, અકસ્માતમાં માતા અને દીકરાનું કરૂણ મૃત્યુ…

Published on: 12:50 pm, Sun, 8 May 22

છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં અકસ્માતના કારણે હસતા ખેલતા પરિવાર વિખેરાઈ જતા હોય છે. ત્યારે હરિયાણાના કરનાલ જિલ્લામાં નેશનલ હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને મૃત્યુ પામેલા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

મળતી માહિતી અનુસાર એક પરિવારના સાત સભ્યો ખાટુ શ્યામ મંદિર પાણીપતથી અંબાલા જઈ રહ્યા હતા. આ દરમિયાન નીલોખેરી પાસે એક ટ્રકે કારને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં કાર પુલ સાથે જઈને અથડાઈ હતી.

આ ઘટનામાં માતા અને દીકરાનું કરૂણ મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલી માતાનું નામ પુષ્પા દેવી હતું અને મૃત્યુ પામેલા દીકરાનું નામ સંદીપ હતું. અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના શનિવારના રોજ બની હતી. મળતી માહિતી અનુસાર પરિવાર શ્યામ મંદિર દર્શન કરવા માટે ગયું હતું.

દર્શન કરીને પરિવાર એક વાગ્યાની આસપાસ ઘરે પરત જઇ રહ્યું હતું ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. સંદીપના મૃત્યુના કારણે બે બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મંદિરેથી ઘરે પરત ફરી રહેલા પરિવારની કારને ટ્રકે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, અકસ્માતમાં માતા અને દીકરાનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*