ભારે વરસાદ અને ઝડપી પવન વચ્ચે માતાની મદદ કરી રહેલા નાનકડા એવા બાળકને જોઈને દિલ ખુશ થઈ જશે… જુઓ સોશિયલ મીડિયાનો આજનો સૌથી સુંદર વિડિયો…

Viral video: સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા રમુજી વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણી વખત એવી ઘટનાના વિડીયો સામે આવતા હોય છે જે જોઈને આપણે ભાવુક થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક નાનકડા એવા બાળકોનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ નાનકડા એવા બાળકની હિંમત જોઈને તમારું પણ દિલ ખુશ થઈ જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે એક દુકાનની ઉપર બાંધેલું કાપડ હવામાં ઉડી રહ્યું છે અને દુકાનનો સામાન પણ પવનમાં રસ્તા ઉપર ઘસડાઈ રહ્યો છે.

ત્યારે તમે જોઈ શકો છો કે ભારે પવનમાં જ્યારે દુકાનની ઉપર બાંધેલું કાપડ હવામાન ઉડી રહ્યો છે. ત્યારે નાનકડો એવો બાળક કાપડનો એક છેડો પકડી લે છે. નાનકડા એવા બાળક હિંમત બતાવીને દુકાનની ઉપર બાંધેલા કાપડને હવામાં ઉડવા દેતો નથી. એવામાં ત્યાં પડેલી એક ખુરશી હવામાં ફંગોળાઈ જાય છે.

ત્યારે બાળક તરત જ કાપડનો છેડો મૂકીને દોડીને ખુરશીની પાસે પહોંચી જાય છે. ત્યાર પછી ખુરશી ઊંચકીને પોતાની મમ્મી પાસે ચાલ્યો જાય છે. આ નાનકડા એવા બાળકનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નાનકડા એવા બાળકોની હિંમત જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.

જ્યારે ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કરી રહ્યા છે કે દીકરો જીવનમાં ખૂબ જ આગળ વધશે. વાયરલ થયેલો વિડિયો ફેસબુક પર Zee 24 Kalak નામની ન્યુઝ ચેનલ એ પોતાના પેજ પર શેર કર્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 40 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. જ્યારે 1,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વિડીયો જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*