હે ભગવાન આવું દુઃખ કોઈને ન આપતો..! દોઢ વર્ષની દીકરીની નજર સામે માતા-પિતાનું અકસ્માતમાં રિબાઈ રિબાઈને મોત…આખી ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 12:52 pm, Sun, 28 May 23

Accident: ગુજરાત સાહિત્ય સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક હૈયુ ધ્રુજાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં પતિ-પત્નીનું એક સાથે મોત થયું છે. પતિ પત્ની બાઈક પર સવાર થઈને સંબંધીના ઘરે કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં એક ટ્રેલર ચાલકે બંનેને કચડી નાખ્યા. આ કારણોસર બંનેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે આ અકસ્માતની ઘટનામાં બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ભયંકર અકસ્માતની ઘટના છત્તીસગઢના રાયગઢ જિલ્લામાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરી હતી, 30 વર્ષનો તોરેશ પટેલ નામનો યુવક પોતાની પત્ની બીના પટેલ સાથે શનિવારના રોજ રાત્રિના સમયે તેની દીકરી વેદાંશી અને ભત્રીજા શ્રેયાંશ સાથે ઘરે જવા માટે નીકળ્યો હતો.

ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં દોઢ વર્ષની દીકરીની નજરની સામે માતા-પિતાનું રીબાઇ રિબાઈને મોત થયું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ટ્રેલર ખૂબ જ ઝડપમાં આવી રહ્યું હતું. ટ્રેલર ચાલકે સામેથી બાઈક સવાર પરિવારને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પતિ-પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક દોઢ વર્ષની દીકરી અને છ વર્ષના દીકરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપી ટ્રક ચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ભાગી ગયો હતો.

અકસ્મિ માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પતિ પત્નીનું એકસાથે મોત થતા જ પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે. ટ્રેલર ચાલકની બેદરકારીના કારણે માત્ર દોઢ વર્ષની દીકરી એ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન આવું દુઃખ કોઈને ન આપતો..! દોઢ વર્ષની દીકરીની નજર સામે માતા-પિતાનું અકસ્માતમાં રિબાઈ રિબાઈને મોત…આખી ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*