ગુજરાત રાજ્યમાં ફરી એકવાર હનીટ્રેપ નો મામલો સામે આવ્યો છે. જેમાં યુવતીઓને મહિલાઓ દ્વારા યુવકોને ફસાવી તેમને બ્લેકમેલ કરી પૈસા પડાવવામાં આવતા હોય છે ત્યારે હાલમાં વડોદરા શહેર નજીક આવેલા ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવાન સાથે પણ આવી ઘટના બની હતી.
આ યુવાનને મહિલા પાસે મસાજ કરાવું ભારે પડ્યું છે યુ તે ડોક્ટરની instagram માં મેસેજ કર્યો હતો અને પોતાનો ફોન નંબર આપી મસાજ માટે સંપર્ક કરવા જણાવ્યું હતું. આ પછી ડોક્ટર પણ યુવતીના ઘરે મસાજ માટે પહોંચ્યો હતો જ્યાં યુ તે ડોક્ટરને નગ્ન કરતા ની સાથે જ નકલીફ પોલીસ આવી અને રેડ કરી.
પછી ડોક્ટરના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરી તેની પાસેથી દસ લાખ રૂપિયા પડાવવા પ્રયાસ પણ કરવામાં આવ્યો છે જોકે આ મામલે ડોક્ટરે યુવતી સહિત ચાર વ્યક્તિ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી.ડોક્ટર સાથે instagram માં મોબાઈલ ની લે વેચ થયા બાદ ડોક્ટરે મસાજ નો ભાવ પૂછ્યો હતો.
યુવતી હજાર રૂપિયા ભાવ પણ જણાવ્યો અને ત્યારબાદ બિલ્ડીંગના ત્રીજા માળનું સરનામું આપ્યું અને રાત્રિના આઠ વાગ્યે ડોક્ટર ઘરે મસાજ કરાવવા માટે પહોંચ્યો અને યુવતી બેડરૂમમાં લઈ ગઈ અને મસાજ માટે કપડાં કાઢવા કહ્યું અને ડોક્ટરે કપડા કાઢતા ની સાથે જ બે વ્યક્તિ રૂમમાં આવ્યા
અને તેઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને ત્યારબાદ ઘરમાં ગોરખ ધંધા ચાલે છે રાત્રે છોકરાઓ આવે છે તેમ કહીને એક હાથે લખેલી નકલી અરજી બતાવી અને ગભરાઈ ગયેલા ડોક્ટરે આજે જે કરતા પોલીસ બનીને આવેલા ખોટીનાઓએ દસ લાખ રૂપિયાની માંગણી કરી
અને ડોક્ટરે ઓછા કરવા માટે જણાવતા ડુબલીકેટ પોલીસે ગોહીલ સાહેબ સાથે વાત કરી લઉં તેમ કહ્યું. ત્યારબાદ બે લાખ રૂપિયા આપવા કહ્યું અને આબરૂ જાય એવા ડરથી ગભરાયેલા ડોક્ટરે હાલ રૂપિયા નથી એટીએમ કાર્ડ ઘરે છે એમ જણાવતા યુવતીના બંને સાગ્રતો ડોક્ટરને બાઈક ઉપર બેસાડી તેના ઘરે લઈ ગયા અને એટીએમ કાર્ડ લઈ ₹1,00,000 ઉપાડી ડોક્ટર એ તેમને આપ્યા
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment