અમદાવાદ / સુરતના લોકોને અમરેલી જિલ્લામાં એન્ટર થવાને લઈને જિલ્લા કલેક્ટરે શું આપ્યો આદેશ, જાણો અગત્યનું

Published on: 4:38 pm, Wed, 15 July 20

સમગ્ર ગુજરાતમાં કોરોના નો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા એક મહિનામાં અમરેલીમાં કોરોના ના કહેર માં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને અમરેલી કલેકટર જાહેરનામુ બહાર પાડયું છે. બહારથી આવતા લોકો માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે અમરેલી નજીક ચાવડ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ કે મુંબઈ જે સુરત થી આવતા લોકો માટે અમરેલી જિલ્લામાં એન્ટર થતા પહેલા ચેક પોસ્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવશે.

અમરેલી જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડેલા જાહેરનામા સુરત , અમદાવાદ કે મુંબઈ થી અમરેલી જિલ્લામાં પ્રવેશવા માગતા મુસાફરો વાહનોને લાઠી તાલુકાના ચાવડ ચેકપોસ્ટ પર થી જ પ્રવેશ મળશે. અને ત્યાં ફરજિયાત આરોગ્ય ચકાસણી અને સ્કેનિંગ કરીને જિલ્લામાં પ્રવેશ કરવાનો રહેશે.