મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં લોકો ફોટા પડાવવાના ચક્કરમાં પોતાનો જીવ પણ ઘણી વખત જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાર યુવકોને નદીની વચ્ચોવચ ફોટા પડાવવા ભારે પડી જાય છે.
નર્મદાપૂરમના તવાનગરમાં તવા ડેમ જોવા આવેલા ચાર યુવકો નદીની વચ્ચોવચ ફસાઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર ચાર યુવકો ફોટા પડાવવાના ચક્કરમાં ડેમ પાસે નદીની વચ્ચોવચ એક મોટા પથ્થર ઉપર પહોંચ્યા હતા. આ દરમિયાન ડેમના દરવાજામાંથી પાણી છોડવામાં આવે છે. જેના કારણે નદીમાં પાણી વધી ગયું હતું.
અને નદીની વચ્ચોવચ ફોટા પડાવી રહેલા ચારેય યુવકો પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ નદીની વચ્ચે ફસાયેલા યુવકો મદદ માટે બૂમા બૂમ કરવા લાગ્યા હતા. આ દ્રશ્યો જોઈને ડેમ જોવા આવેલા કેટલાક ગામના લોકોએ સમજદારી અને હિંમત બતાવીને ચારે યુવકોને યોગ્ય સમયે નદીના પાણીના પ્રવાહ વચ્ચેથી બચાવી લીધા હતા.
મળતી માહિતી અનુસાર લાકડાની મદદ થી લગભગ અડધો કલાકની ભારે જહેમત બાદ તમામ યુવકોનો બચાવ કરવામાં આવ્યો હતો. જેના કારણે મોટી દુર્ઘટના બનતી ટળી હતી. નદીમાં ફસાયેલા યુવકો નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ચારે યુવાનોએ તેમને બચાવનાર ગામના લોકોનો ખૂબ જ આભાર માન્યો હતો. આ ઘટના શનિવારના રોજ બપોરે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. બપોરના સમયે નવ જેટલા ગેટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે મોટી સંખ્યામાં લોકો આ દ્રશ્ય જોવા માટે ડેમ પર પહોંચ્યા હતા.
ત્યારે ડેમની બીજી તરફ બબાઈ વિસ્તારમાં ચાર જેટલા યુવકો ફોટો પડાવવા માટે પાણીની વચ્ચે પહોંચ્યા હતા. ત્યારે અચાનક જ યુવકો પાસે પાણી પહોંચી ગયું હતું. ચારે યુવકો પાણીમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ ગામના લોકોએ હિંમત બતાવીને સુરક્ષિત રીતે ચારે યુવકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment