ખેતરમાં ભરાયેલું વરસાદનું પાણી આકાશ તરફ જતું જોવા મળ્યું, કુદરતના અદભુત નજારાનો વિડીયો જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે…

Published on: 12:43 pm, Sun, 24 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત કુદરતના ઘણા અદભુત નજારોના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડીયો તમે પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય. આ વિડીયો જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે.

કોટા જિલ્લાના સુલતાનપુર વિસ્તારના ચારચોમા ગામ પાસે પ્રકૃતિનો એક અદભુત નજારો જોવા મળ્યો હતો. લગભગ બપોરના 12:30 વાગ્યાની આસપાસ એક ખેતરમાં પાણીનો સ્તંભ જોવા મળ્યો હતો. વાદળાઓ ખેતરમાં પડેલું પાણી ખેંચતા હોય તેવું જોવા મળ્યું હતું. કુદરતનો આ નજારો જોઈને ગામના લોકોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક સ્થાનિક ખેડૂતે જણાવ્યું કે, બપોરે લગભગ 12:30 વાગ્યાની આસપાસ તેઓ પોતાના પાકની સંભાળ લઈ રહ્યા હતા, આ દરમિયાન તેને એક પાણીનો સ્તંભ દેખાયો હતો. તેમને ખેતરમાં રહેલું પાણી ઉપર ચડતું દેખાયું હતું.

આ દ્રશ્યો જોઈને ગામના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. લગભગ આ પ્રક્રિયા 10 થી 15 મિનિટ સુધી ચાલી હતી. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે આ એક કુદરતી ઘટના છે. પાણીથી ભરાયેલા ખેતર અને તળાવ વગેરે પર હવાનું ઓછું દબાણ હોય છે, ત્યારે અમુક વખત આવા દ્રશ્યો જોવા મળે છે.

હવામાન શાસ્ત્રીઓનું કેવું છે કે, આવા દ્રશ્યો ફક્ત પાણીવાળા સ્થળ પર જ સર્જાય છે. મળતી માહિતી અનુસાર કૃષિ સંસાધન કેન્દ્ર ફતેપુર સીકરીના પ્રાદશિક નિયામક પ્રો. શીશરામ ઢાંકાનું માનું છે કે આ વિડીયો એડિટ કરેલો છે. ગુજ્જુ રૉકઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર DEPEPAK SHARAM નામના એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખેતરમાં ભરાયેલું વરસાદનું પાણી આકાશ તરફ જતું જોવા મળ્યું, કુદરતના અદભુત નજારાનો વિડીયો જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે…"

Leave a comment

Your email address will not be published.


*