દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દેશની જનતાને મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડે છે દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
ત્યારે મોદીની સૂચના થી પ્રાઇવેટ મીનીસ્ટસ ઓફિસ દ્વારા ભાવ ઘટાડવા માટે સૂચનો માંગવામાં આવ્યા છે. આ સૂચનો આર્થિક જાણકારો, પેટ્રોલિયમ ક્ષેત્રે નિષ્ણાતો, રાજકીય આગેવાનો અને સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે.
આ ઉપરાંત એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યા વિના કઈ રીતે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો થઈ શકે તેને લઈને સૂચનો મોકલી આપવા કહ્યું છે.
જો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવો હોય તો એક્સરસાઇઝ અને રાજ્ય સરકાર દ્વારા લેવાતા રેટમાં ઘટાડો કરે તો પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થાય. કૂડ તેલના ભાવો પર સરકારનું નિયંત્રણ નથી.
આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ન કરી શકે ને રિફાઇનિંગ ખર્ચ પણ ન કરી શકે. અને ડીલરોને આપવામાં આવતું કમિશનમાં પણ ઘટાડો ન કરી શકાય તેથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો થાય તે શક્ય નથી.
આ સંજોગોમાં એકસાઇઝ અને રેટમાં ઘટાડો સિવાય વિકલ્પ રહેતો નથી. આ ઉપરાંત મોદી સરકારે એકસાઇઝ ઘટાડવા માટે તૈયાર નથી અને રાજ્ય સરકાર રેટ ઘટાડવા માટે તૈયાર નથી. આ જોતાં કોઈપણ સૂચના નો મતલબ રહેતો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.