મીડિયા અહેવાલ અનુસાર, સરકારની પીએમ કિસાન યોજના હેઠળ દસમો હપ્તો બહાર પાડવાની તારીખ નક્કી કરવામાં આવી છે.હપ્તા ટ્રાન્સફર કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રએ ભારત માં 11.37 કરોડ ખેડૂતોને 1.58 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો 10 મો હપ્તો બહાર પાડવાની યોજના બનાવી રહી છે.જે ખેડૂતોને પીએમ કિસાન નો છેલ્લો હપ્તો મળ્યો નથી તેમને હવે પછી ના હપ્તા સાથે અગાઉની રકમ મળશે.
ખેડૂતોને ₹4000 સીધા તેના ખાતામાં આવશે. જોકે આ સુવિધા તે લોકો માટે ઉપલબ્ધ થઇ શકે છે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા નોંધણી કરાવી છે.હવે જો તમારી અરજી સ્વીકારવામાં આવે તો તમને ઓક્ટોબરમાં 2000 રૂપિયા અને અન્ય હપ્તો ₹2000 ડિસેમ્બરમાં ઉપલબ્ધ થશે.
પીએમ કિસાન યોજના હેઠળ દેશભરમાં કરોડો ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે. સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરે છે.જો તમે પણ ખેડૂત છો પરંતુ આ યોજનાનો લાભ લેવા સક્ષમ નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમે પીએમ કિસાન સન્માન નિધિ માં તમારું નામ નોંધાવી શકો છો, જેથી તમે સરકારની આ યોજનાનો લાભ લઇ શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment