એક યુવક ટ્રકના ટાયરમાં હવા ભરી રહ્યો હતો ત્યારે યુવક સાથે થયું એવું કે, યુવકનું મૃત્યુ….

મધ્યપ્રદેશની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્યપ્રદેશમાં સોમવારના રોજ બપોરના સમયે મુરેનાના જૌરા વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ ટ્રકના ટાયરમાં હવા ભરી રહેલા એક યુવકનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા 25 વર્ષીય અજય નામનો વ્યક્તિ અગરૌતા વિસ્તારમાં સ્ટેડિયમ પાસે પંચર ની દુકાન ચલાવતો હતો. ત્યારે યુવક એક ટ્રકના ટાયર પંચર બનાવી રહ્યો હતો. ત્યારે તેની સાથે ટ્રકનો ડ્રાઈવર કલ્લુ ગોસ્વામી અને તેનો પિતરાઇ ભાઈ હરીશ સિંહ પણ બેઠા હતા.

ત્યારે અજય બંને ને કહે છે કે થોડાક સમય માટે પાછળ જતા રહો. અજય ના કહેવાથી બંને યુવકો થોડા દૂર જઈને ઊભા રહે છે. અને ત્યારે અજય ટ્રકના ટાયરમાં હવા ભરવાનું શરૂ કરે છે ત્યારે તે વખતે અચાનક કર ટાયર ની ટ્યુબ ફાટી ગઈ હતી.

હવા અતિશય પ્રેશર ની સાથે ટાયર અને રિમ વચ્ચેથી નીકળી. હવાનું પ્રેશર કેટલું હતું કે અજયના શરીરના આગળના ભાગના ટુકડા થઈ ગયા અને હવામાં ઉજળી ગયા હતા. તેના શરીરના બે ટૂકડા થઇ ગયા અને લગભગ 20 ફૂટના અંતરે જઇને પડ્યા હતા.

આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જો અજય તેની સાથે બેઠેલા બે વ્યક્તિને પાછળ જવાનું ન કર્યું હોત તો અજય સાથે તેમનું મૃત્યુ થયું હોત. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ઉપરાંત આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હવા ભરતી વખતે ઝડપથી હવા નીકળવાના કારણે યુવકનો મૃત્યુ થયું છે તેઓ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*