દાંતાના મોટાસડા નજીક એક કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં ટ્રક સાથે ટક્કર લગાવી, અકસ્માતમાં કાર ચાલકનું મૃત્યુ…

61

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ એ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે પાલનપુર અંબાજી રોડ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાલનપુર અંબાજી રોડ પર દાંતા નજીકના મોટાસડા નદીના પુલના વળાંક પાસે મંગળવારના રોજ બપોરે એક ફૂલ ઝડપથી આવતી કાર ડિવાઇડર કુદાવીને રોંગ સાઈડમાં ડોગ સાથે લગાવી હતી.

કાર ચાલકનું 108માં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મોટાસડા પુલના વળાંક પર GJ 05 CL 8759 નંબરની કાર બેકાબુ થતા ડિવાઇડર કૂદી ને સામેની રોંગ સાઈડ માં ઘુસી ગઈ હતી.

અને સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. મળતી માહિતી અનુસાર કાર્ અલ્કેશપુરી સુમિતપુરી ગોસ્વામી નામના 37 વર્ષના એક વ્યક્તિ ચલાવી રહ્યા હતા. અકસ્માત એટલો જોરદાર થયું હતું કે કારનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

અકસ્માતમાં અલ્કેશપુરીની ગંભીર ઈજા પહોંચી હતી. તે માટે તેને સારવાર માટે તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઈ જતી વખતે 108માં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

કાર અને ટ્રક વચ્ચે આટલો જબરદસ્ત અકસ્માત થયો હતો કે ટ્રક પણ અકસ્માતમાં પલટી ખાઇ ગયો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. યુવકના મૃત્યુની પરિવારને ખબર પડતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!