રમતી વખતે 7 વર્ષના માસુમ બાળકોને સાપ કરડ્યો, બાળકનું કરુણ મૃત્યુ – દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પિતા…

Published on: 11:28 am, Mon, 8 August 22

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં રમતી વખતે એક સાત વર્ષના માસુમ બાળકને સાપ કરડ્યો હતો. આ કારણોસર બાળકનું મૃત્યુ નીપજ્યું છે. માત્ર સાત વર્ષના દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટના મુઝફ્ફરનગરમાં બની હતી.

મૃત્યુ પામેલા દીકરાના પિતા સાઉદી અરેબિયામાં ડ્રાઇવિંગનું કામ કરે છે. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પિતા સાઉદી અરેબીયાથી પોતાના ઘરે પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ચરથાવલ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા રાઈ ગામમાં શનિવારના રોજ મોદી સાંજે 7 વર્ષનો અક્રમ નામનો બાળક ઘરે રમી રહ્યો હતો.

અક્રમના પિતા સાઉદી અરેબિયામાં રહીને ડ્રાઇવિંગ નું કામ કરતા છે. રમતા રમતા અક્રમ સીડી પર ચડવા ગયો હતો આ દરમિયાન ત્યાં હાજર એક ઝેરી સાપે અક્રમને ડંખ માર્યો હતો. ત્યારબાદ અક્રમ રડવા લાગ્યો હતો તેથી પરિવારના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. ત્યારે પરિવારના લોકોએ સાપને એક દરમાં જાતા જોયો હતો.

મળતી માહિતી અનુસાર અક્રમની તબિયત બગડતા પરિવારના લોકો બાળકને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેને જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં મોડી રાત્રે ડોક્ટરે અક્રમને મૃત જાહેર કર્યો હતો. માત્ર સાત વર્ષના અક્રમનું મૃત્યુ થતાં પરિવારના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

રવિવારના રોજ બપોરના સમયે અક્રમના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. અક્રમના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પિતા સાઉદી અરેબિયાથી ઘરે પરત ફર્યા હતા. મૃત્યુ પામેલો અક્રમ ધોરણ બે માં અભ્યાસ કરતો હતો. સાત વર્ષના અક્રમનું મૃત્યુ થતાં પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રમતી વખતે 7 વર્ષના માસુમ બાળકોને સાપ કરડ્યો, બાળકનું કરુણ મૃત્યુ – દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પિતા…"

Leave a comment

Your email address will not be published.


*