આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટનું એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં ધોરણ 5માં ભણતી 10 વર્ષની એક બાળકીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે.
મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરના સમયે રાજકોટ શહેરના રામનાથ પરા નજીક રહેતા ધોરણ પાંચ માં અભ્યાસ કરતી માત્ર દસ વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
આ સમગ્ર ઘટનાને લઇને પિતરાઈ બહેનનું કહેવું છે કે, બહેન ટીવી પર ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડીયા સિરીયલ જોતી હતી. હાથી તેમાંથી તેને જીવ ટૂંકો કરવાનું શીખવ્યું હશે. બાળકીના પરિવારજનોએ જણાવ્યું કે ગઈકાલે ધાર્મિક પ્રસંગ હોવાને કારણે માતા-પિતા જમવા ગયા હતા અને બંનેને પિતરાઈ બહેન ઘરે એકલી હતી.
ત્યારે મૃત્યુ પામેલી બાળકીની મોટી બહેન નીચે હતી અને માસૂમ બાળકી રૂમમાં એકલી હતી. ત્યારે બાળકીએ દુપટ્ટો બાંધીને ગળાફાંસો લગાવ્યો હતો. બાળકીએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
મૃત્યુ પામેલી બાળકીના પિતા કડિયા કામ કરીને મજૂરી કરે છે. મળતી માહિતી અનુસાર એવો કોઈ ધાર્મિક પ્રસંગમાં ગઈ કાલે જમવા ગયા હતા અને બાળકીએ સાથે આવવાની ના પાડી હતી. પરિવારના સભ્યો જતા રહ્યા ત્યારબાદ બાળકે રૂમમાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો.
જ્યારે બપોરે પરિવારના સભ્યો ઘરે પરત આવ્યા ત્યારે બાળકીએ દરવાજો ન ખોલ્યો. ત્યારબાદ બારીમાંથી જોયું ત્યારે બાળકીનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. જેના કારણે પરિવારજનો દરવાજો તોડીને બાળકીને સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા. સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment