સૌરાષ્ટ્ર ની આ જાણીતી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાક ના ભાવો

Published on: 3:44 pm, Mon, 13 December 21

અમરેલી ની બાબરા APMC માં કપાસ નો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.આ માર્કેટયાર્ડ માં કપાસ 9090 રૂપિયાની મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો.રાજકોટ માં કપાસનો મહત્તમ ભાવ 8780 રૂપિયા છે.રાજકોટમાં કપાસનો સરેરાશ ભાવ 8175 રૂપિયા છે.

અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 8640 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 7595 રૂપિયા નોંધાયો છે.અમરેલી બાબરા નો મહત્તમ ભાવ 9090 રૂપિયા અને સરેરાશ ભાવ 8470 રૂપિયા નોંધાયો છે.સુરેન્દ્રનગર માં કપાસ નો મહત્તમ ભાવ 8500 રૂપિયા અને સરેરાશ ભાવ 6750 રૂપિયા નોંધાયો છે.

જામનગર માં કપાસ નો મહત્તમ 8635 રૂપિયા અને સરેરાશ ભાવ 6940 રૂપિયા નોંધાયો છે.ભાવનગરમા કપાસ નો મહત્તમ ભાવ 8520 રૂપિયા અને સરેરાશ ભાવ 6110 રૂપિયા છે.બનાસકાંઠા માં કપાસનો મહત્તમ ભાવ 8325 રૂપિયા અને સરેરાશ ભાવ 7937 રૂપિયા છે.

રાજકોટમાં ધોરાજી મગફળીનો મહત્તમ ભાવ 5800 રૂપિયા અને સરેરાશ ભાવ 5175 રૂપિયા નોંધાયો છે.રાજકોટ માં મગફળી નો મહત્તમ ભાવ 5605 રૂપિયા અને સરેરાશ ભાવ 5380 રૂપિયા છે. જૂનાગઢમાં મગફળી નો મહત્તમ ભાવ 6550 અને સરેરાશ ભાવ 5825 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!