સામાન્ય જનતા માટે ખુશીના સમાચાર,ગેસ સિલિન્ડરના બુકિંગ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ મેળવવા કરવું પડશે આ કામ

Published on: 4:43 pm, Mon, 13 December 21

તમામ વસ્તુઓના વધી રહેલા ભાવના કારણે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જીવનનિર્વાહ વધુ મુશ્કેલ બની રહ્યો છે. પેટ્રોલ ડીઝલમાં થયેલા અસહનીય ભાવ વધારા બાદ હવે રાંધણગેસના વધી રહેલા ભાવો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક સંકટમાં નાખ્યા છે

પરંતુ અમે તમારા માટે ખાસ ઓફર ની જાણકારી લઈને આવ્યા છીએ.જેમાં તમને 14.2 કિલોના રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ પર બમ્પર કેશબેક મળશે. ઓફર અંતર્ગત તમે પોકેટ એપ દ્વારા 200 કે તેથી વધુ નું બિલ પેમેન્ટ કરો છો તો તમને 10 ટકા સુધીનું કેસબેક મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ખાસ ઓફર હેઠળ ગ્રાહકો પોકેટ એપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરીને વધારાનું 10 ટકા કેશબેક મેળવી શકે છે અને આ એપ ICICI બેંક સંચાલિત છે. તો ચાલો જાણીએ કઈ રીતે મેળવી શકશો આ કેસબેક નો લાભ.

જો તમે આ એપ દ્વારા 200 કે તેથી વધુ નું બિલ પેમેન્ટ કરો છો તો તમને 10 ટકા સુધીનું કેસબેક મળી શકે છે. જોકે તેના માટે તમારે પણ પ્રોમો કોડ એન્ટર કરવાની જરૂર નથી

પરંતુ આ ઓફર મહિનાના ત્રણ બિલ પેમેન્ટ સુધી જ સિમિત રહેશે. આપને જણાવી દઇએ કે કંપની ના નિયમો અનુસાર એક કલાકમાં માત્ર 50 ગ્રાહકો જ આ ઓફરનો લાભ લઈ શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!