અમેરિકામાં વસતા ભારતીયો ચેતી જજો..! અમેરિકામાં બે ભારતીય યુવકો ઉપર ગોળીબાર થયો…એક યુવકનું દુઃખદ નિધન…

Published on: 4:29 pm, Wed, 25 January 23

છેલ્લા ઘણા સમયથી દેશ-વિદેશમાં વસતા ભારતીયોની જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે અમેરિકાના શિકાગોમાં વધુ એક ભારતીય યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. અહીં 23 વર્ષીય ભારતીય યુવક પર લુટેરાઓએ મન ફાવે તેમ ગોળી ચલાવી હતી. આ કારણસર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

યુવકનું સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું છે. મંગળવારના રોજ એક મીડિયા રિપોર્ટમાં આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર શિકાગો પોલીસે મંગળવારના રોજ સવારે જણાવ્યું હતું કે, યુવક પર દક્ષિણ બાજુના પ્રિન્સટન પાર્કમાં રવિવારના રોજ રાત્રે લુટેરાઓએ ગોળી ચલાવી હતી.

આ ઉપરાંત લુટેરા હોય તેની સાથે રહેલા અન્ય એક યુવક પર પણ ગોળી ચલાવી હતી. આ ઘટનામાં બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે 23 વર્ષીય ભારતીય યુવકનું ગોળી વાગવા ના કારણે મૃત્યુ થયું છે.

સોમવારના રોજ સવારે ચાર વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે તેની સાથે ઇજાગ્રસ્ત થયેલા યુવકની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેની હાલત ગંભીર છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

મૃત્યુ પામેલા યુવકની ઓળખ દેવાંશ તરીકે થાય છે. તે ભારતના આંધ્રપ્રદેશના વિજયવાડાનો વતની હતો. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા યુવકની ઓળખ કોપ્પલા સાઈ ચરણ તરીકે થાય છે. તે તેલંગાણાના સંગારેડી જિલ્લાનો રહેવાસી છે. 22 જાન્યુઆરીના રોજ બંને વિદ્યાર્થીઓ સાથે આ ઘટના બની હતી.

માહિતી અનુસાર રવિવારના રોજ સાંજે 6.55 વાગ્યાની આસપાસ એક વાહનમાં સવાર લુટેરા હોય બંને ભારતીય યુવકો ઉપર ગોળીઓ ચલાવી હતી. લુટેરાઓએ મૃત્યુ પામેલા યુવક અને અન્ય યુવક પાસેથી કીમતી વસ્તુ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અમેરિકામાં વસતા દરેક ભારતીયો માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો