ભારત અને ચીનના સરહદીય વિવાદ વચ્ચે ભારતે ચીન પાસેથી લીધી 9200 કરોડની લોન.

ભારત અને ચીન વચ્ચેનો સરહદવિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે બુધવારે સંસદમાં એક લેખિત નિવેદન બાદ વિપક્ષ એ કેન્દ્રની મોદી સરકાર પર આક્રમક થઈ ગયા હતો. કૉંગ્રેસ પક્ષે કહ્યું હતું કે એક તરફ લદાખમાં સીમા પર ચીન સાથેની અથડામણમાં ભારતીય સૈનિકો શહીદ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર ‘ચીની બૅન્ક’ પાસેથી પૈસા લઈ રહી છે.અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પહેલી લોન પૈકી 25 કરોડ ડૉલર AIIB આપી ચૂકી છે.

પછી ભારતે લોનનો બીજો કરાર આ વર્ષે જૂન મહિનાની 19 તારીખે કર્યો હતો. આપણે યાદ રહે કે પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે 15 જૂને થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા.અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવ્યું હતું કે “19 જૂન, 2020ના રોજ 75 કરોડ ડૉલરની લોનનો કરાર કરવામાં આવ્યો હતો.

એ ભારત સરકારના બજેટ ટેકાના હેતુસરનો હતો, જેથી ભારતના કોવિડ-19 સામાજિક સલામતી ઉપાય કાર્યક્રમમાં ઝડપ થી આવી શકે.”તેનો સામાન્ય અર્થ એ થાય છે કે ભારત સરકારે 125 કરોડ ડૉલરના ચીન સાથે કરાર કર્યા હતા.

ભારતીય ચલણમાં તેનું મૂલ્ય 9200 કરોડ રૂપિયાથી પણ વધારે થાઈ છે. 125 કરોડ ડૉલરમાંથી ભારતને અત્યાર સુધીમાં 100 કરોડ ડૉલર એટલે કે લગભગ 7300 કરોડ રૂપિયા જ મળ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*