સમગ્ર રાજ્યભરમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. અર્થવ્યવસ્થા ને પાટે ચડાવવા માટે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર અનેક મોટા નિર્ણયો લઈ રહી છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો કોરોના રસી ની વેક્સિન શોધવા માં લાગી ચૂક્યા છે. ગુજરાતમાં સુરત,અમદાવાદ,રાજકોટ અને ભાવનગરમાં કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
રાજકોટ શહેરમાં કોરોના નું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા લેવાયો આ મોટો નિર્ણય. રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના તમામ પ્રવેશદ્વાર નજીક ચેકપોસ્ટ રાખવામાં આવી છે.પોલીસને સાથે રાખી આરોગ્ય વિભાગની ટીમને એન્ટ્રી પોઇન્ટ ચેકપોસ્ટ પર તૈનાત કરવામાં આવી છે.
બહારથી આવતા લોકો નું હેલ્થ સ્કેનિંગ કરવામાં આવશે. જો જરૂર જણાય તો શંકાસ્પદ લોકોના એન્ટીજન કીટ થી કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
રાજકોટ શહેરના માધાપર ચોકડી, ગ્રીનલેંડ ચોકડી, આજીડેમ ચોકડી સહિતના એન્ટ્રી પોઈન્ટ પર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!