કોરોના સંક્રમણ વધતા આ દેશે લાદયું લોકડાઉન, જાણો વિગતવાર.

154

આપણા દેશમાં કોરોનાવાયરસ ની અસર ધીમે ધીમે ઘટી રહી છે.કોરોનાવાયરસ ના કેસ પણ ઓછા થઇ રહ્યા છે પણ દુનિયામાં કોરોનાવાયરસ પર કોઈ પૂર્ણવિરામ મુકાયું નથી. બ્રિટનમાં પાંચ દિવસ બાદ કોરોના થી થોડી રાહત મળી છે અને 19 જાન્યુઆરીથી સતત 1000 થી.

પણ વધારે મૃત્યુના કેસો સામે આવી રહ્યા છે અને આ રવિવારે સંખ્યા ઘટીને 610 થઈ હતી. દરરોજ બ્રિટનમાં કોરોનાવાયરસ 30000 થી વધારે દર્દીઓ મળી આવે છે અને જેને ધ્યાનમાં લઈ 17 જુલાઈ સુધી ત્યાંની સરકારે લોકડાઉન વધારી દીધું છે.

કોરોનાવાયરસ ના નવા સ્ટ્રેન માં વધતા જોખમ વચ્ચે અહી અત્યાર સુધીમાં 36,47,463 કેશો મળ્યા છે અને રવિવારે 30,004 દર્દીઓમાં આ વાયરસ હોવાનું પુરવાર થયું હતું. સાઉથ આફ્રિકાના વેરિયન્ટ ના 77 અને બ્રાઝિલ વેરિયન્ટ ના 9 કેસ મળ્યા છે.

બ્રિટનના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે આ શરૂઆત પુરાવા તરફ ઇશારો કરી રહી છે કે લોકડાઉન કારણે કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.દુનિયામાં હજુ પણ કોરોનાવાયરસ ના કારણે અનેક દેશ પર જોખમ તોળાઈ રહ્યું છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિ પણ કોરોના પોઝિટિવ મળી આવતા સારવાર શરૂ કરવામાં આવી છે અને બીજી તરફ ઓસ્ટ્રેલિયા એ ફાઈઝર રસી ને મંજૂરી આપી છે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયામાં રસીકરણનો તબક્કો શરૂ થઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!