ભણતરની રેસ જીતવામાં દીકરી જીવનની રેસ હારી ગઈ..! બી.ટેકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાધો, સુસાઈડ નોટમાં લખ્યું કે, “માતા-પિતા, ભાઈ, બહેન હું…

Published on: 11:57 am, Fri, 20 January 23

સમગ્ર દેશભરમાં સુસાઇડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી નાની ઉમરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બી.ટેક ની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના ઝાંસીમાં બની હતી અને વિદ્યાર્થીની બુદેલખંડ યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

મૃત્યુ પામેલી વિદ્યાર્થીની નું નામ સૃષ્ટિ રાય હતું. સૃષ્ટિ યુનિવર્સિટી કેમ્પસની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નંબર 306માં રહેતી હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. 13 જાન્યુઆરીના રોજ સૃષ્ટિના પાંચમા સેમિસ્ટરની પરીક્ષા શરૂ થઈ હતી. પરીક્ષાના એક દિવસ પહેલા એટલે કે બાર જાન્યુઆરીના રોજ તે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં ગઈ હતી.

ત્યાં તેને મનોચિકિત્સક પાસે પોતાની જાતને તપાસ કરાવી હતી અને દવા લઈને પાછી આવી ગઈ હતી. પોલીસને સૃષ્ટિના રૂમમાંથી ડોક્ટરે લખેલું કાગળ અને દવાઓ પણ મળી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી સૃષ્ટિના ભાઈએ જણાવ્યું હતું કે, પરીક્ષા ચાલી રહી હતી જેના કારણે બહેન ખૂબ જ ડિપ્રેશનમાં હતી. તે પોતાના અભ્યાસને લઈને થોડીક વધારે ગંભીર હતી. પરીક્ષામાં 100 માંથી 100 માર્ક્સ મેળવવાની તે કોશિશ કરી રહી હતી.

તેના ઓછા માર્ક્સ આવે તે તેને પસંદ ન હતું. સૃષ્ટિએ ધોરણ 10 અને 12 માં 98% મેળવ્યા છે. સૃષ્ટિ ચાર ભાઈ બહેનોમાં સૌથી નાની હતી. તેનો આખો પરિવાર બિહારના પટનનો છે. સૃષ્ટિ ના પિતા બિહાર પોલીસમાં વરિષ્ઠ નિરીક્ષકના પદ પરથી નિવૃત્ત થયા છે. ત્યારબાદ પરિવાર ગોરખપુર શિફ્ટ થઈ ગયો હતો. પોલીસે જ્યારે સૃષ્ટિનો મોબાઇલ ચેક કર્યો ત્યારે જાણવા મળ્યું કે બુધવારના રોજ રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ તેને છેલ્લી વખત પોતાની માતા સાથે વાત કરી હતી. તેને પોતાની માતા સાથે વાત કરી ત્યારે તે અભ્યાસને લઈને ડિપ્રેશનમાં હતી એવું જાણવા મળી રહ્યું હતું.

બુધવારના રોજ હોસ્ટેલમાં એક સિનિયર વિદ્યાર્થીનીની બર્થડે પાર્ટી ચાલી રહી હતી. ત્યારે સૃષ્ટિ પોતાના રૂમની બહાર આવી હતી અને બર્થડે પાર્ટીમાં પહોંચી હતી. ત્યાં જઈને તેને જણાવ્યું હતું કે બર્થડે પાર્ટીના કારણે તેને ભણવામાં પરેશાની થઈ રહી છે. ત્યારબાદ આ બર્થડે પાર્ટી બંધ કરી દેવામાં આવી હતી. પોલીસે જ્યારે સૃષ્ટિના હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે સૃષ્ટિ કોઈની સાથે વધારે વાત કરતી ન હતી. એટલું જ નહીં પરંતુ તેની બાજુના રૂમમાં રહેતી છોકરીને પણ તે બોલાવતી ન હતી.

19 જાન્યુઆરીના રોજ સૃષ્ટિને પેપર આપવા જવાનું હતું. તે પહેલા તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સવારના સમયે સૃષ્ટિની માતાએ પેપર માટે જગાડવા માટે સૃષ્ટિને ફોન કર્યો હતો પરંતુ તેને ફોન પણ રીસીવ કર્યો ન હતો. ત્યાર પછી સૃષ્ટિની માતાએ વોર્ડનને ફોન કરીને સૃષ્ટિ પાસે જવાનું કીધું હતું. પરંતુ સૃષ્ટિએ રૂમનો દરવાજો પણ ખોલ્યો ન હતો. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડને બોલાવવામાં આવ્યા અને રૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો. ત્યારે અંદરથી સૃષ્ટિનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને મૃત્યુ પામેલી સૃષ્ટિના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી હતી. તેને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, માતા, પિતા, બહેન, ભાઈ હું તમને બધાને પ્રેમ કરું છું. આ ઉપરાંત તેને પોતાની માતાને સોરી પણ કહ્યું હતું. આટલું જ નહીં પરંતુ તેને સુસાઇડ નોટ ની અંદર પોતાનો રોલ નંબર અને સેમેસ્ટર નો ઉલ્લેખ પણ કર્યો હતો. દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘટના સ્થળે મળેલા પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભણતરની રેસ જીતવામાં દીકરી જીવનની રેસ હારી ગઈ..! બી.ટેકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાધો, સુસાઈડ નોટમાં લખ્યું કે, “માતા-પિતા, ભાઈ, બહેન હું…"

Leave a comment

Your email address will not be published.


*