જાણો અંબાલાલ પટેલ ની પહેલી આગાહી કયા વર્ષમાં કરી હતી અને તેઓ કોણ છે ?

148

ગુજરાતના અંબાલાલ પટેલને અનેક એવોર્ડ અને સન્માન પણ મળ્યા છે. આંતરરાષ્ટ્રીય જ્યોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, જ્યોતિષવિદ્યા માટેનું આંતરરાષ્ટ્રીય એવોર્ડ તેમજ અન્ય ઘણા એવોર્ડ તેઓને મળેલ છે અને અંબાલાલ પટેલ પાસેથી હવામાન માર્ગદર્શન સરકાર મેળવી રહ્યુ છે.

અંબાલાલ પટેલ ખેતીની સાથે જ્યોતિષશાસ્ત્રમાં પણ રસ દાખવે છે.ત્યારે ખેડૂતો સાથે મળતા હતા ત્યારે તેઓ કૃષિ પાકની અનેક ચર્ચાઓ કરતા હતા. સારા પાક માટે વરસાદની વિશેષ જરૂરીયાત રહેતી હોય છે ત્યારે કૃષિ પાર્ક અને વરસાદ ની ચર્ચા કરતી વખતે અંબાલાલ પટેલ હવામાન કેવું રહેશે.

વરસાદ ક્યારે આવશે તે વિશે વિચાર આવ્યો પછી તેઓએ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કર્યો.અંબાલાલ દામોદરદાસ પટેલા નામ ગુજરાતના દરેક ખૂણે જાણીતું છે. લોકો તેઓના નામથી જાણે છે અને તેમના વિશે વધારે કોઈ જાણતાં.

અંબાલાલ દામોદરદાસ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર 1947 નારોજ અમદાવાદ જિલ્લાના રૂદતાલમાં એક ખેડૂત પરિવારના ઘરે થયો હતો. અંબાલાલે તેમની બીએસસી કોલેજ ઓફ એગ્રીકલ્ચર થી કૃષિ શેત્રે બીએસસી કર્યુ છે.

અમદાવાદમાં બીજ સર્ટિફિકેશન એજન્સી તરીકે બીજ કૃષિ સુપરવાઇઝર તરીકે ગુજરાત સરકારમાં જોડાયા હતા.જેને ધીરે ધીરે કૃષિ કચેરીમાં કામ કર્યું છે.સૌપ્રથમ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની પહેલી આગાહી 1980 માં કરી હતી અને ત્યારથી બધી આગાહી કરવામાં આવી છે.

તેઓ અનુમાન કરે છે કે જ્યારે ઠંડી, ગરમી અને વરસાદ અને હવામાન બદલાશે ત્યારે જ્યોતિષ માસિક, કૅલેન્ડર, દૈનિક, સાપ્તાહિક વગેરેમાં લેખ લખવાનું શરૂ કર્યું. ખેડૂતોને કૃષિ પાક માટે મદદ ના હેતુથી હવામાનની આગાહી કરવાનું શરૂ કર્યું હતું.

હવામાનની આગાહી અને ભૂકંપની આગાહી કરવામાં આવી છે તે સમયે કેશુભાઇ પટેલની સરકાર હતી. અંબાલાલ પટેલની ધરતીકંપની આગાહીને પગલે સરકાર ભાગદોડમાં આવી હતી.

અને અંબાલાલ પટેલની ધરપકડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!