સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં જીવ લેવાના ત્રણ બનાવો બન્યા છે. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં બનેલી જીવ લેવાની ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં સુરતના વરાછા વિસ્તારમાં જાહેરમાં બે આરોપીઓએ ધારદાર વસ્તુ વડે એક યુવકનો જીવ લઇ લીધો હતો.
સમગ્ર ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કમલપાર્ક સોસાયટી પાસે બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંગત અદાવત ને લઈને યુવકનો જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ ખુશાલ કોઠારી હતું.
બે અજાણ્યા શખ્સોએ મળીને જાહેરમાં ખુશાલનો જીવ લઈ લીધો હતો. આરોપીઓ અને મૃત્યુ પામનાર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ખુશાલ કોઠારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં સારવાર દરમિયાન ખુશાલ કોઠારીનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને વરાછા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ વરાછા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર રાત્રીના સમયે કમલપાર્ક સોસાયટી નજીક બે આરોપીઓએ મળીને ખુશાલ કોઠારી નામના વ્યક્તિ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.
ત્યારબાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના બની આબાદ ખુશાલ કોઠારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર થોડાક દિવસો પહેલા જેવુ લેનાર અને મૃત્યુ પામેલા ખુશાલ કોઠારી વચ્ચે કોઈ બાબતને લઈને તકરાર થઈ ગઈ હતી.
સુરતના વરાછા વિસ્તારમાં જાહેરમાં 2 આરોપીએ મળીને 1 યુવકનો જીવ લઈ લીધો… જુઓ ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ… pic.twitter.com/jG03Sb0QyY
— GUJJU ROCKZ (@gujju_rockz) February 9, 2023
આ વાતની અદાવત રાખીને આરોપીઓએ ખુશાલ કોઠારીનો જીવ લઈ લીધો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓ પકડાયા બાદ ખુશાલ કોઠારીનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો છે તેનું ચોક્કસ કારણ જાણવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment