વડોદરા શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. વડોદરા વિશ્વામિત્ર રેલવે સ્ટેશન પાસે એક પુરુષે અને એક મહિલાએ ત્યાંથી પસાર થતી ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવનને ટૂંકાવ્યું છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. મૃત્યુ પામેલો પુરુષ અને મહિલા બંને પતિ-પત્ની હતા. બંને વડોદરાના ખોડીયાર નગર ઉપર હેરિટેજમાં રહેતા હતા.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 24 વર્ષીય સૂરજ પાંડે નામનો યુવક ખોડીયાર નગર વિસ્તારમાં આવેલા ઉપવન હેરિટેજમાં પોતાની પત્ની અને માતા પિતા સાથે રહેતો હતો. સુરજ તેની પત્ની સાથે મળીને હરણી એરપોર્ટ પાસે ક્લિનિંગની ચીજ વસ્તુઓની શોપ ચલાવતો હતો. મંગળવારના રોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ દુકાન બંધ કરીને બંને પતિ-પત્ની વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા.
એક કલાક સુધી રેલવે સ્ટેશન પર આમતેમ આંટા માર્યા અને પછી ટ્રેનની સામે કૂદીને બંનેએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા રેલવે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બીજી તરફ પોલીસે મૃત્યુ પામેલા પતિ પત્નીની ઓળખ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત મોડી રાત્રે દુકાનેથી ઘરે ના આવતા પરિવારના લોકોએ સુરજભાઈ અને તેની પત્નીની શોધખોળ શરૂ કરી હતી.
પરિવારના લોકોને સવારે અખબાર દ્વારા ખબર પડી કે એક યુવાન અને યુવતીએ ટ્રેનની નીચે કૂદીને પોતાનું જીવનનું ટૂંકાવ્યું છે. તે લોકોના મૃતદેને સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ પરિવારના લોકો તપાસ માટે હોસ્પિટલ કોલ્ડ રૂમ ખાતે દોડી આવ્યા હતા. ત્યાં પરિવારના લોકોએ પોતાના દીકરા અને પુત્રવધુની ઓળખ કરી હતી.
બંનેનું મૃતદેહ જોઇને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ગૃહકલેશના કારણે બંને આ પગલું ભર્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. બંને આ પગલું કયા કારણસર ભર્યું તેનું ચોક્કસ કારણ જાણવાની કામગીરી પોલીસે શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment