ભાવનગરમાં રખડતા ઢોરે પરિવારના જુવાનજોધ દીકરાનો જીવ લીધો, મોડી રાત્રે દીકરો કાર લઈને આવતો હતો ત્યારે રસ્તામાં…

Published on: 3:17 pm, Wed, 25 January 23

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરોના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં રખડતા ઢોરના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ભાવનગરના ત્રાપજ બંગલા નજીક રહેતો રિયાઝભાઈ રહીમભાઈ કાલાવતર નામનો યુવક કાર લઈને જઈ રહ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં રખડતો આખલો ચડી આવતા તે અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માતની ઘટનામાં યુવાન આખલાને અડફેટમાં આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક ધોરણે ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં મોડી રાત્રે તેનું મૃત્યુ થયું હતું.

જુવાનજોધ દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ભાવનગરના એક્સપ્રેસ વેના રસ્તા ઉપર બની હતી. મોડી રાત્રે રખડતા આખલાએ એક કારને અડફેટેમાં લીધી હતી.

આ કારણસર કારચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા યુવકને 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

થોડાક સમય પહેલા જ ભાવનગરમાં આવી જ એક ઘટના બની હતી. આ ઘટનામાં પરેશભાઈ વાઘેલા નામના મોટી ઉંમરના વ્યક્તિને એક આખલાએ અડફેટેમાં લીધા હતા. આ કારણસર પરેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરમાં રખડતા ઢોરે પરિવારના જુવાનજોધ દીકરાનો જીવ લીધો, મોડી રાત્રે દીકરો કાર લઈને આવતો હતો ત્યારે રસ્તામાં…"

Leave a comment

Your email address will not be published.


*